ધાર્મીક
હિન્દુ ધર્મના તથા આપણા સંતો - મહંતો દ્વારા થતા કાર્યોની માહિતી.

અયોધ્યાજીમાં નિર્માણાધીન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા.
શ્રી રામ જન્મ ભુમી પર મંદિર બનાવવા પોતાનું બલિદાન આપનાર વીરોના શૌર્યને દરેક હિન્દુમાં જાગૃત કરવાનો પ્રયાસ.
Read more
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી પંચમુખી હનુમાન મંદિર મધ્યે આયોજીત નવરાત્રીએ પૂર્વ કચ્છને ભગવા રંગે રંગ્યુ.
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે આદિપુર મધ્યે નવરાત્રીનો આયોજન હાથ ધર્યું અને પરિષદની આ પહેલને પ્રથમ વર્ષે જ મળી રહ્યું છે અભૂતપૂર્વ પ્રતિસાદ.
Read more
2015 થી હિન્દુ યુવા સંગઠને શરૂ કરેલી ભારતની સૌ પ્રથમ હિન્દુ નવરાત્રીએ કચ્છના મુખ્ય ચારેય શહેરોમાં હિન્દુત્વનો વ્યાપ વધાર્યો.
2015 માં હિન્દુ યુવા સંગઠને એક ઐતિહાસિક પહેલ કરી ભારતની પ્રથમ હિન્દુ નવરાત્રીનું આયોજન કર્યું કે જેમાં પંડાલમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ મળે અને તે પણ ગૌમુત્રના છંટકાવ અને તિલક કર્યા બાદ.
Read more
અંજાર શહેરને આંગણે પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું માણવા જેવું વ્યાખ્યાન.
સેવા સમર્પણ ટ્રસ્ટ - અંજાર અને સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર - ગાંધીધામ દ્વારા આયોજીત 'સંસ્કૃતિની ચિંતનધારા - સંસ્કાર' વિષય પર સેમિનારનું આયોજન. સહયોગી પરિવાર તરીકે નીલકંઠ સોલ્ટ ગ્રુપ, કોટેશ્વર એન્જિનિયરીંગ તથા દીપ ફેબ્રિકેટર્સ જોડાયા
Read more
संघे शक्ति कलयुगे। ભુજમાં 10,000 સ્વયંસેવકોએ હાજરી આપી સંઘની શક્તિના દર્શન કરાવ્યા.
સરહદી જીલ્લા કચ્છમાં સૌ પ્રથમ વખત આ પ્રકારે જીલ્લા સ્તરે એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા શિસ્તબદ્ધ સંગઠન સંઘમાં સૂચના મળે પછી સોચવાનું ન હોય એ વાક્યને સ્વયંસેવકો સારી રીતે પાલન કરી ભુજ મધ્યે 10,000 સ્વયંસેવકો હાજર રહ્યા અને કચ્છને સંઘની શક્તિ અને એકતાનો પરિચય કરાવ્યો.
Read more
"મીરા કે ગિરધર" શ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા આયોજીત સત્સંગ અમૃતપાનનું સમાપન.
પૂજ્ય શ્રી ઇન્દ્રેશ ઉપાધ્યાયજી મહારાજના મધુર કંઠે 'ભક્તિમતિ મીરાબાઈ ચરિત્ર' પર ચાર દિવસિય સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું જખાભાઈ હુંબલ અને બાબુભાઈ હુંબલના આમંત્રણને માન આપી સામાજીક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી.
Read more
રતનાલ ગામે વિસામણ માતા પરિવાર દ્વારા આયોજીત શ્રી વ્રજપ્રભાગ્રંથ પારાયણમાં ગૌ સેવા અને આરોગ્ય સેવાનો અનોખો આયોજન.
મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજના શ્રી કંઠે કથા શ્રવણની સાથો સાથ ગૌ સેવા અને સામાજીક કાર્યો માટે 24 લાખથી વધુ રકમ એકત્રિત કરી વાપરવામાં આવી વ્રજપ્રભાગ્રંથ ના શ્રવણ સમયે રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું જેમાં 135 યુનિટ રક્ત એકત્રિત થયું.
Read more
અંતરજાળ ગામે બવા પરિવાર દ્વારા કુળદેવીશ્રી કરણી માતાના સાનિધ્યમાં આયોજીત ઐતિહાસિક શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું સમાપન.
શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞના આયોજન માટે એક હાકલમાં અંતરજાળ ગામના બવા પરિવાર દ્વારા 24 કલાકમાં 90 લાખ રૂપિયા એકત્રિત થયા.
Read more
લાખોન્દ ગ્રામજનો દ્વારા આયોજીત ત્રિ દિવસીય શ્રી વિષ્ણુ મહા યાગ યજ્ઞનું સમાપન થયું.
સંતવાણીમાં ઘોરના માધ્યમથી 17 લાખ રૂપિયા ગામની ગૌ શાળા માટે એકત્રિત થયા.
Read more
ઝીકડી ગામની કથા સમગ્ર કચ્છ માટે ઉદાહરણ રૂપ બની.
કોઈપણ ગામમાં આટલા મોટા આયોજન માટે ગામની બહેનો આગળ આવી હોય અને 25 લાખ એકત્રિત કર્યા હોય એવી પહેલી ઘટના. આયોજન બાદ બચેલી 80 લાખ જેટલી માતબાર રકમ આહીર સમાજવાડી અને સામાજીક કાર્યોમાં વપરાશે.
Read more
ભુમીદાન, ગૌ દાન અને સુવર્ણ દાન સાથે રતનાલમાં શ્રી વ્રજપ્રભાગ્રંથ પારાયણનું સમાપન થયું.
સામરાણી આહીર પરિવાર રતનાલના ભવ્ય આયોજનમાં યજમાનશ્રી કાનજી શેઠ અને રૂપા શેઠ પરિવાર દ્વારા રતનાલની સીમમાં આવેલી 2 એકર અને 3 ગૂઠા જમીન શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારને અર્પણ કરવામાં આવી.
Read more
90 કીલો મીટર દૂરથી મોગલધામ આમંત્રણ આપવા આવ્યા અને પત્રિકામાં મારો નામ યોગ્ય નથી લખ્યું એમ કહી બાપુએ આમંત્રણ પત્રિકા ફેંકી દીધી.
સ્વ. જયેશભાઈ આહીરની સ્મૃતિમાં તેમના સ્વજનો દ્વારા ગુંદાલા મધ્યે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો આમંત્રણ આપવા તેમનો પરિવારજનો મોગલ ધામ પહોંચ્યા અને તેમને અપમાનિત કરાયા.
Read more
'એક સમાજ એક વિચાર' ના હેતુ સાથે આહીર સમાજ દ્વારા લીલાશાહ કુટિયા મધ્યે આયોજીત શ્રીમદ્દ ભાગવત કથાનું સમાપન.
છેલ્લા 10 વર્ષની પ્રથા મુજબ આ વર્ષે પણ લીલાશાહ કુટિયા મધ્યે આહીર સમાજ દ્વારા 8મી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ અને આહીર સમાજના 65 પરિવારોની પોથી રાખવામાં આવી.
Read more
આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???
2024 નું સ્વાગત કરતાની સાથે વીતી ગયેલા વર્ષ 2023 પર એક નજર રાખીએ.
Read more
અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરની વિશેષતાઓ તથા સંપૂર્ણ વિગતો.
આવનારી 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ શ્રી રામ મંદિરની સંપૂર્ણ વિગતો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી.
Read more
આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અયોધ્યામાં યોજવા જઈ રહેલ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુસંધાને કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર ઓફીસ જઈ આવેદનપત્ર આપ્યું.
Read more
આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 20/01/24 ના રોજ પાટ હનુમાન મંદિર માધાપરથી શોભાયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો.
Read more
એવા 13 રાજકીય ચહેરાઓ જેમની દ્રઢ સંકલ્પ શક્તિનો શ્રી રામ જન્મભૂમિની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો.
3 દાયકાથી વધુ ચાલેલી લડાઈમાં આ રાજકીય યોદ્ધાઓની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
Read more
અયોધ્યાની પવિત્ર ભૂમિ પરથી સંતોના આશિર્વચન
અયોધ્યાની ભૂમિ પર ત્રેતાયુગની અનુભૂતિ થતી હોય તેવો બંને પરમ પૂજ્ય સંતોનું અભિપ્રાય.
Read more
સમગ્ર ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યાં ગૌ માતા માટે 7 કરોડ થી વધુ રકમ અનામત હોય.
ભીમાસર ગામમાં દર વર્ષે ધુણેટીના દિવસે થતા હિસાબ - કિતાબની પરંપરા યથાવત.
Read more
સંઘડ ગામે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમાપન થયો.
આ સમૂહ ભાગવત કથામાં 64 હિન્દુ પરિવારોની પોથીઓ હતી. જે ગામની એકતા અને સમરસતાના દર્શન કરાવે છે.
Read more
વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.
રમણીય પથ્થરોની વચ્ચે આવેલું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ભક્તો-ભવિકોમાં અનેરું મહત્વ ધરાવે છે. માતાજીના સાનિધ્યમાં 16/05/2024 થી દેવી ભાગવતનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સૌ ભક્તો-ભાવિકોને ટ્રસ્ટ વતી આમંત્રિત કરવામાં આવે છે.
Read more
મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.
મુખ્ય મનોરથી શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા પરિવાર (ગામ - સતાપર) દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ વખત ચુંદડી મનોરથ ઉજવાયો છે
Read more
અંજાર મધ્યે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ.
ધોમધાર વરસાદની વચ્ચે પણ ઉત્સાહ સાથે સમગ્ર જ્ઞાતિજનોએ જન્માષ્ટમીની ઉજવણી કરી.
Read more