Loader

અંજાર મધ્યે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ.

27 August, 2024 | Jitesh Ahir

ધોમધાર વરસાદની વચ્ચે પણ ઉત્સાહ સાથે સમગ્ર જ્ઞાતિજનોએ જન્માષ્ટમીની ઉજવણી કરી.

 

 

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ જે પાંચાળ એટલે સૌરાષ્ટ્રમાંથી કરછમાં આવ્યા તે વખતના રાજા ભારમલજી એ પાંચાળ પ્રદેશમાંથી શ્રી એભા પટેલ અને ફોતરી પટરાણીના પ્રમુખ પદે પધારેલ હતા તે સમયથી આજ સુધી પરંપરાને જાળવી રાખી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવેલ હતો.

 

આ પ્રસંગે પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા, ઉપ પ્રમુખ રમેશ કાતરીયા, મંત્રી મયુર હડીયા સાથે ધાર્મિક સમિતિ ચેરમેન નવીન હડીયા,ભદ્રેશભાઈ તેમજ ધાર્મિક સમિતિના સભ્યો સાથે અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન પાર્થ સોરઠીયા ,આરોગ્ય વિભાગ વિનોદ ચોટારા, નગરસેવિકા કંચનબેન બાંભણીયા, રામદેવ પીર ભક્ત મંડળ, અનાદી શ્રી કૃષ્ણ ભક્ત મંડળ, મહિલા મંડળ બહેનો સાથે નાના બાળકો દ્વારા ભગવાનના વિવિધ વેશભૂષામાં સજજ જોવા મળ્યા હતા.

 

સોરઠીયા આહીર સમાજના નવયુવાનો પોતાનો વર્ષો જૂનો પહેરવેશ પહેરી રાસની રમઝટ બોલાવી આકર્ષણ જમાવ્યું હતું તેમજ ચાલુ વરસાદે ભક્તો દ્વારા પાલખી યાત્રા જે અગાઉ નક્કી થયેલ રુટ હતો તે રુટ પર જ યાત્રા નીકળેલ હતી.

 

 

સૌ પ્રથમ સવાસર નાકા પાસે પંજોર પીર ગોપ મંડળ યુવાનો દ્વારા મટકી ફોડ કરી હતી.
આગળ મોહનરાય મંદિર સાથે માધવરાવ મંદીર પુજારી દ્વારા પાલખીને વધાવવામાં આવેલ હતી. અનાદી શ્રી કૃષ્ણ ગોપ મંડળ દ્વારા મટકી ફોડવામાં આવેલ હતી આગળ જતા કસ્ટમ ચોક, દેવળીયા નાકા, ભરેશ્વર મંદિર પહોંચતા શ્રી રાધે ક્રિષ્ના ગોપ મંડળ દ્વારા મટકી ફોડવામાં આવેલ હતી ત્યાંથી કૃષ્ણ ભગવાનની પાલખીનું મહાકાલેશ્વર મંદિર પૂજન ભોલા મારાજ દ્વારા કરવામાં આવેલ હતું. 

ત્યા રબાદ રામ નગર સમાજવાડીથી પરત આવતા ભીડભંજન મહાદેવ મંદિરના પુજારી દ્વારા પૂજન કરવામાં આવેલ હતું સાથે ભીડ ભંજન ગોપ મંડળ દ્વારા મટકી ફોડવામાં આવેલ હતી. શ્રી રાધે ક્રુષ્ણ મંદિરથી સોરઠીયા નાકા પ્રવેશ કરતા યાદવ ગ્રુપ દ્વારા મટકી ફોડવામાં આવેલ હતી. હનુમાન ચોક પ્રવેશતા હનુમાન ભક્ત મંડળ દ્વારા મટકી ફોડવામાં આવેલ હતી.

 

 

પરતમાં હિંગળાજ માતા મંદિર પધારતા ભગવાન શ્રી કૃષ્ણનું પારણું ઝુલાવવા માટે સૌ જ્ઞાતિજનોએ વડીલોની પરંપરા મુજબ ચડlવા માટે તૈયારી કરી હતી તેમાં વિનોદભાઈ નારણભાઈ પેડવl જામનગર વાળા એ ઉચ્ચ બોલી લગાવી ચડાવો લીધેલ હતો અને ભગવાન શ્રી કૃષ્ણનું પારણું ઝુલાવવાનું સદભાગ્ય પરિવારને પ્રાપ્ત થયેલ હતું. 

અન્ય દાતા રતિલાલ મેઘજીભાઈ કાતરીયા પરિવાર દ્વારા નાની વયની દીકરીઓને ભેટ સોગાત આપવામાં આવેલ હતી. સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સુરક્ષા પ્રદાન કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર ગોહિલ સાહેબ સાથે કીર્તિ સાહેબનું સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવેલ હતું તેવું સામાજીક કાર્યકર જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું.