સમગ્ર ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યાં ગૌ માતા માટે 7 કરોડ થી વધુ રકમ અનામત હોય.
ભીમાસર ગામમાં દર વર્ષે ધુણેટીના દિવસે થતા હિસાબ - કિતાબની પરંપરા યથાવત.
ભીમાસર ગામ ગૌ સેવાના માધ્યમથી ગ્રામીણ સંગઠનનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ગૌ માતા માટે શક્ય હોય એ તમામ સરકારી લાભો લેવા ઉપરાંત ગ્રાઉન્ડ લેવલ પર પણ ગૌશાળા ના રૂપિયા બચે એ હેતુથી સમિતિના સભ્યો તથા ગ્રામજનો સંપીને મહેનત કરી રહ્યા છે.

5 વર્ષ અગાઉ જન્મદિવસ, તિથિ કે કોઈ અન્ય શુભ પ્રસંગે ગૌ શાળામાં ગ્રામજનોએ ફાળો આપવાનું ચાલુ કર્યું જેમાં ગયા વર્ષે 36 લાખ જેટલી ગૌશાળાની આવક થઈ અને અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં કુલ 1.5 કરોડ રૂપિયા વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી ગૌશાળામાં જમા થયેલા છે. સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવાથી લઈને હિસાબ કિતાબની તમામ જવાબદારી હરિભાઈ વરચંદ સંભાળી રહ્યા છે.
ગત નાણાકીય વર્ષમાં ગુજરાત સરકારની ગૌ શાળા ટ્રસ્ટ ને અપાતી સબસીડી પેટે એક કરોડથી વધુ રકમ ગામના જાગૃત ટ્રસ્ટીઓએ મેળવી છે.
ભીમાસરમાં હાલ છેલ્લા 5 વર્ષથી 50 એકર જમીનમાં ગૌ શાળા માટે ચારાનું વાવેતર કરાઈ રહ્યો છે જેનું સંપૂર્ણ સંચાલન તથા દેખરેખ ગ્રામજનો તથા સમિતિના સભ્યો રાખે છે.
ટ્રસ્ટના પ્રમુખ - બાબુભાઈ હુંબલ
ટ્રસ્ટી - વી. કે. હુંબલ, બાબુભાઈ ડાંગર, રવજીભાઈ મારાજ
સમિતિ પ્રમુખ - શંભુભાઈ હુંબલ.
Comments
Comments load after the page becomes interactive.