સંઘડ ગામે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમાપન થયો.
આ સમૂહ ભાગવત કથામાં 64 હિન્દુ પરિવારોની પોથીઓ હતી. જે ગામની એકતા અને સમરસતાના દર્શન કરાવે છે.


અંજાર તાલુકા ના સંઘડ ગામે સમુહ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ તારીખ ૦૧/૦૫/૨૦૨૪ થી શરુ થઈ એમાં ભવ્ય પોથીયાત્રાથી શરુઆત થઈ. કચ્છ આહિર સમાજના ગુરુ લઘુ મહંત પુજય ભરતદાદા અને કથાના વ્યાસજી શ્રી જગદીશભાઈ મહેતા(સંઘડ વારા) નું ગામના પ્રવેશ દ્વાર પર ગામ લોકો દ્વારા સ્વાગત કરી પોથીયાત્રા શુરું કરાઈ. સમુહ સપ્તાહ મુખ્ય યજમાન શ્રી સામજીભાઈ પાંચાભાઈ મકવાણા અને સંઘડ ઠાકર મંદિરના પુજારી જગદીશભાઈ આચાર્યને ઠાકર મંદિરેથી દર્શન કરી સૌ પોથી યજમાનો વાજતે ગાજતે બગીઓ અને ઢોલ સરણાઈના તાલે ગ્રામજનો ભાવ થી રાસ રમીને ઠાકર મંદિરેથી આહિર સમાજવાડી જયાં કથા મંડપ સુધી ભાઈઓ- બહેનો પ્રેમ ભાવથી રમતા રમતા આવ્યાં.


પૂજ્યશ્રી ભરતદા દા, સાધુ સંતો, બ્રાહ્મણો અને ગામના આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કથા શરુ કરવામાં આવી. આઠ દિવસની કથા નિમીતે કૃષ્ણ જન્મોત્સ્વના દિવસે સંઘડ ની પ્રખ્યાત રાસમંડળી દ્વારા રાસ રમવામાં આવ્યો જેમાં ગામના કલાકારો રાધુભાઈ મ્યાત્રા, ઘાભાભાઈ મ્યાત્રા, દેવાભાઈ અવાડીયા અને ભવ્ય વેશભુષા સાથે મટકીફોટ નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. રાત્રે ભવ્ય સંતવાણીનું આયેજન કરવામાં આવ્યું જેના મુખ્યદાતા સ્વ.ભીખાભાઈ કરશનભાઈ કોવાડીયા પરીવાર હતા.


છઠા દિવસે રુક્ષ્મણી વિવાહની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાનના લગ્ન સાથે ગામના જ બારોટ પરીવારના દિકરીના લગ્ન ગામ દ્વારા કરવામાં આવ્યા અને મોટુ કન્યાદાન કરી એક મોટી રકમ ફિક્સ ડિપોઝીટ કરવામાં આવી.
રાત્રે ભલોટ ગામનું પ્રખ્યાત રાધેકૃષ્ણ રામામંડળ દ્વારા રામમંડળના દર્શન કરાવવામાં આવ્યા તેના દાતા માજી સરપંચ સ્વ.ગોપાલભાઈ રામજીભાઈ ઝેર હતા. સતત આઠ દિવસ કથાનું રસપાન કર્યું અને ગ્રામજનો અને મહેમાનો સહિત કુલ ૭૦ હજાર લોકોએ સમુહ પ્રસાદ લીધો અઢારે વર્ણના લોકો, સાધુ-સંતો, સામાજીક અને રાજકીય આગેવાનો તથા ઉદ્યોગપતીઓએ હાજરી આપી હતી. સમુહ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન સંઘડ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.


આ સમુહ ભાગવત સપ્તાહ તમામ સતાતની હિંદુઓની પોથી ૬૪ પોથી હતી આ કથામાં ગામની એકતા અને સમરસતાના દર્શન થયા. અન્ય સમાજો અને ગામોને પણ આ સમુહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞથી પ્રેરણા મળશે. આ સમુહ ભાગવત સપ્તાહ સંઘડ ગામ સમુહ ભજન અને ભોજન ભક્તિમય બની ગ્યું હતું અને ગામના તમામ સમાજે ઉત્સાહભેર ભાગ લીધો અને ખુશી વ્યક્ત કરી સાથે સાથે લોકસાહીનું રાષ્ટ્રીય પર્વ મતદાન કરવાની જાગૃતીનો સંદેશ આપવામાં આવ્યો.
Comments
Comments load after the page becomes interactive.