DA

Digital Ahirat

વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.

વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.

રમણીય પથ્થરોની વચ્ચે આવેલું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ભક્તો-ભવિકોમાં અનેરું મહત્વ ધરાવે છે. માતાજીના સાનિધ્યમાં 16/05/2024 થી દેવી ભાગવતનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સૌ ભક્તો-ભાવિકોને ટ્રસ્ટ વતી આમંત્રિત કરવામાં આવે છે.

 

 

અંજાર તાલુકા વીડી ગામ મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજી નું પથ્થરો વરચે પૌરાણિક મંદિર આવેલ છે. શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના અનેક પરચાઓ ભક્તોને પ્રાપ્ત થયેલ હોવાનું મનાય છે. અહી માતાજીનો કુંડ આવેલ છે તેમાં બાળકોને ઉટાટિયો, ખરજવું થયેલ હોય તો કુંડમાં સ્નાન કરવાથી પીડા દૂર થવાની માન્યતા છે. માતાજીની માનતા રાખવાથી ની:સંતાનને સંતાન પ્રાપ્ત થાય છે આવા અનેક પરચા માતાજીના ભક્તો ને પ્રાપ્ત થયેલ છે.

દર વર્ષે અહીં ખોડિયાર જયંતી તેમજ શ્રાવણ માસમાં માતાજીના સાનિધ્યમાં ભજન સંધ્યા, મેળા મલખડા તેમજ રમત ગમતનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

 

 

અહી ૧૬/૦૫/૨૦૨૪ થી ધનબાઈ માતાજી માં નેતૃત્વ હેઠળ ભવ્ય દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી ઘુનાવાળા શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્ય માં ગૌ ભક્ત પરમ પૂજ્ય શ્રી કાલીદાસ બાપુ  - દેલવાડના મુખારવિંદે રસપાન કરાવવામાં આવશે. આ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ પ્રેમજીભાઈ કાપડી,શામજીભાઈ બાંભણિયા, લાલજીભાઈ હડિયા, કૌશિક વાણિયા, વીશ્રામભાઈ, પ્રવીણભાઈ સોરઠીયા તેમજ વીડી ગામ મહિલા મંડળની બહેનો ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સુક છે.

 

 

આ કથાની પોથી યાત્રા વીડી ઠાકોર મંદિરથી કથા સ્થળ સુધી ભજન મંડળીની રમઝટ, દેવી દેવતાઓની ઝાંખીઓ સુશોભિત રથ શણગારવામાં આવશે . દરરોજ રાત્રે રાસ ગરબા ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે. ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેવું યાદી દ્વારા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ છે.

Comments

Comments load after the page becomes interactive.