આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અયોધ્યામાં યોજવા જઈ રહેલ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુસંધાને કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર ઓફીસ જઈ આવેદનપત્ર આપ્યું.


ગુજરાતના હિંદુઓની લાગણીને ધ્યાનમાં રાખી આ પવિત્ર દિવસે સમગ્ર ગુજરાતમાં માંસ-મટનનો વેચાણ બંધ રાખવામાં આવે તેવી માંગણી કરાઈ હતી, આહીર એકતા મંચના કચ્છના પ્રતિનિધિ તથા આહીર સમાજના યુવાનો હાજર રહ્યા હતા.
Comments
Comments load after the page becomes interactive.