DA

Digital Ahirat

મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.

મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.

મુખ્ય મનોરથી શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા પરિવાર (ગામ - સતાપર) દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ વખત ચુંદડી મનોરથ ઉજવાયો છે

 

 

ચુંદડી મનોરથ શુ હોય છે ?

સામાન્ય રીતે વૃંદાવન, વ્રજ અને મથુરા જેવા વિસ્તારોમાંથી યમુનાજી પ્રવાહિત થઈ રહ્યા છે ત્યાં યમુનાજી ને ચુંદડી ઓઢાળવાના ભાવ સાથે હરિભક્તો દ્વારા આ મહોત્સવ ઉજવાય છે.

 

 

ગુજરાતમાં પ્રથમ ઘટના

અંજાર તાલુકાના સતાપર મધ્યે મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજની દેખરેખ હેઠળ વિકસેલા ગુજરાતના નામચીન પર્યટન સ્થળ ગોવર્ધન પર્વત પાસે આવેલ રાધિકાદાસજી સરોવરમાં યમુનાજીને ચુંદડી ઓઢાળવાના ભાવ સાથે આ ચુંદડી મહોત્સવ ઉજવાયો હતો. મહોત્સવમાં નૌકા વિહાર દ્વારા સંતો મહેમાનો તથા મનોરથી પરિવારે યમુનાજીને ચુંદડી ઓઢાળવાનો ભાવ દર્શાવ્યો હતો.

 

 

સંપ્રદાયના મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજે ગોવર્ધન પર્વતની એકદમ નજીકમાં જ રાધિકાદાસજી સરોવરનું પણ નિર્માણ કરાવ્યું છે. જેથી રસિકોએ ચુંદડી મનોરથ માટે હવે ઉત્તર પ્રદેશ નહીં જવું પડે.

 

3000 થી વધુ ભાવિકો - રસિકો હાજર રહ્યા.

આ મહોત્સવમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજ સાથે સંતશ્રી ભગવાનદાસજી મહારાજ, પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીર સહિત આગેવાનો તથા સમગ્ર કચ્છ તથા મુંબઈથી પણ આવેલા 3000 થી વધુ ભક્તોએ આ ચુંદડી મનોરથને માણ્યો હતો. તથા પૂર્ણાહુતિ બાદ ગોવર્ધન પર્વત મધ્યે ભોજન પ્રસાદ લીધો હતો.

Comments

Comments load after the page becomes interactive.