અંબરીશભાઈ ડેરનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ.
ગુજરાત આહીર સમાજના યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા અંબરીશ ડેરને BJP માં આવકારવા C. R. પાટીલ ચાતક ડોળે રાહ જોઈ બેઠા હતા.

અમુક મહિનાઓ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ C. R. પાટીલે જ્યારે 'બસની સીટ પર અંબરીશભાઈ માટે રૂમાલ રાખી મુક્યો હતો' ની વાત કરી ત્યારે જ અટકળો ચાલુ થઈ ગઈ હતી.

અટકળોનું કારણ.
રાજુલાના અત્યારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ભાજપે લોકસભાની ટીકીટ આપી છે. એમની રાજુલા સીટ પર જગ્યા ખાલી થશે ત્યાં ભાજપ અંબરીશભાઈ ડેરને પોતાના પક્ષમાં જોડી પેટા ચૂંટણી લડાવશે તેની સંભાવનાઓ છે.
અંબરીશ ડેરની કોંગ્રેસથી નારાજગીનું કારણ.
22 જાન્યુઆરીના રોજ યોજાયેલા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને કોંગ્રેસ પાર્ટીએ ઠુકરાવ્યો હતો એ નિર્ણયથી અંબરીશ ડેરને ઠેસ પહોંચી હોય એવું મનાઈ રહ્યું છે. તે મુદ્દે સંવેદના ઠાલવતા અંબરીશભાઈ એ એક ટ્વિટ પણ કર્યું હતું.

કેબિનેટ/રાજ્ય મંત્રી બનશે...?
અમુક હોદ્દાઓ પર માણસ બેસે તો એ માણસનો કદ વધી જતો હોય છે,અને અમુક માણસો હોદ્દા પર બેસે તો એ હોદ્દોનો કદ વધી જતો હોય છે. અંબરીશ ડેર જે પણ પક્ષ/મંત્રાલયમાં બેસશે તે પક્ષ/મંત્રાલયનું કદ ચોક્કસપણે વધી જશે.
ચૂંટણી હાર્યા બાદ પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ફર્ક નથી પડ્યો, અંબરીશ ડેર આવનારા 25-30 વર્ષ આહીર સમાજની અત્યારની યુવા પેઢીના રાહબર અને માર્ગદર્શક તરીકે રહેવાના છે. માટે તેમને પોતાની સાથે જોડાવા ભાજપ હાલ તલ પાપડ દેખાઈ રહ્યું હતું.
Comments
Comments load after the page becomes interactive.