અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો. પોલિયો ગ્રસ્ત અને 70% દિવ્યાંગ વાલજીભાઈ આહીરની પ્રેરણાત્મક જીવન સફર.
M.Sc. નો અભ્યાસ ચાલુ છે અને સાથે સાથે જ NET અને GSET જેવી મુશ્કેલ પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને પાસ કરી, કચ્છ આહીર સમાજમાં કોઈજ અન્ય વિદ્યાર્થીએ આ સિદ્ધિ હાંસલ કરી હશે.
શુ હોય છે GSET ની પરીક્ષા અને કેટલી અઘરી હોય છે.
કોલેજમાં પ્રોફેસર બનવા માટે GSET ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. વાલજીભાઈએ રસાયણ વિજ્ઞાન વિષયમાં આ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી છે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 7.42% ઉમેદવારો જ પાસ થાય છે અને રસાયણ વિજ્ઞાન વિષયમાં ગુજરાત ભરમાં ફક્ત 327 ઉમેદવારો જ પાસ થયા છે.
વાલજીભાઈ આહીરનો પરિચય
નામ - વાલજીભાઈ મહાદેવાભાઈ આહીર
દિવ્યાંગતા : જન્મજાત બન્ને પગમાં પોલિયો (૭૦%)
પ્રાથમિક શિક્ષણ : દિવ્યાંગજનો માટેની શાળા શ્રી નવચેતન અંધજન મંડળ- માધાપર ખાતે મેળવ્યા બાદ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય - અંજાર ખાતેથી વિજ્ઞાન પ્રવાહમાં HSC અભ્યાસ કર્યો છે.
સ્નાતક અભ્યાસ (ગ્રેજ્યુએશન) તોલાણી કોલેજ આદિપુર ખાતે મેળવ્યા બાદ દાદા દુઃખાયલ કોલેજ ઓફ એજ્યુકેશન આદિપુર ખાતે થી B.Ed પાસ કર્યું.
કચ્છ યુનવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવનમાંથી M.Ed. નો અભ્યાસ કર્યો અને ચાલુ અભ્યાસે જ વર્ષ 2022 માં Education વિષય ની NET અને GSET પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને પાસ કરી હાલ M.Sc. Chemistry માં મુખ્ય વિષય (Organic chemistry) સાથે M Sc નો અભ્યાસ ચાલુ છે અને ચાલુ અભ્યાસે જ Chemistry માં GSET માં ઉતીર્ણ થયો.
GSET પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન અને સાહિત્ય પ્રો રમેશભાઈ વરચંદ, પ્રો. કે. જે. જીલરિયા, પ્રો.ઉદય ભાનુશાલી તેમજ મહેશ ડાંગર (JRF) તરફથી મળ્યું હતું તથા બન્ને વિષયના તમામ પ્રોફેસરશ્રીઓનું સમયાંતરે મળેલું દિશા સૂચન પ્રથમ પ્રયત્ને GSET પાસ થવા ઉપયોગી બન્યું હતું.
અન્ય પરિક્ષાર્થીઓ માટે સંદેશ
આજના ડીજીટલ યુગમાં જે પણ લક્ષ્ય નક્કી કરો એની તૈયારીઓ યુ ટ્યૂબ અને ઈન્ટરનેટના માધ્યમથી સારી રીતે કરી શકાય છે. GSET પેપર -૧ માટે અક્ષર પ્રકાશનનું પુસ્તક અને યુ ટ્યૂબ ચેનલ AARTI PRAJAPATI દ્વારા ઉમદા ગુણ મેળવી શકાય છે.
કોઈપણ એક વિષયની તૈયારી માટે એક જ પુસ્તક ઉપયોગમાં લેવું જેથી આત્મવિશ્વાસ વધશે. એક ને એક મુદ્દા જુદા જુદા પુસ્તકોમાંથી તૈયાર ન કરવા.
ઈતર પ્રવૃત્તિઓ:
વર્ષ ૨૦૧૪-૨૫ દિવ્યાંગજનો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ક્રિકેટમાં કચ્છ વતી ગોલ્ડ મેડલ , નિશાન તાક અને વ્હીલ ચેર રેશમાં ગોલ્ડ મેડલ જીત્યા.

અભ્યાસમાં રુચિ હોઈ DCCB GUJRAT ની TEAM માં MENTOR તરીકે હાલ કાર્યરત.
કચ્છના દિવ્યાંગ ક્રિકેટર વિભા રબારી કે જે એક સમયે ખરાબ ફોર્મ અને આંતરિક વિખવાદના કારણે ક્રિકેટ છોડવા મજબૂર હતા તેમને સલાહ સૂચન આપી ક્રિકેટ તરફ પાછા વળ્યા જે હાલ દિવ્યાંગ જનોની ઈન્ડિયા ટીમના વિકેટ કીપર છે. તેના MENTOR CUM ADVISOR તરીકે હાલ કાર્યરત છે.


વાલજીભાઈ નો જીવનમંત્ર
I was ever a fighter, so—one fight more, The best and the last!
-Robert Browning from his Prospice
આહીર સમાજના જરૂરિયાતમંદો ને ઉપયોગી થવાની વાલજીભાઈની ભાવના
સમાજના કોઈપણ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કોઈપણ સરકારી લાભો લેવા માટે જરૂરિયાત પડે તો તેઓ વાલજીભાઈ આહીરના મોબાઈલ નંબર 75677 43139 પર સંપર્ક કરી શકે છે.
Comments
Comments load after the page becomes interactive.