DA

Digital Ahirat

અમુલ ડેરીના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે અમેરિકામાં IDF દ્વારા  આયોજીત ઇન્ટરનેશનલ ડેરી સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

અમુલ ડેરીના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે અમેરિકામાં IDF દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ ડેરી સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેનને ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન દ્વારા અમેરિકામાં આયોજીત સમિટમાં હાજરી આપી.

દર વર્ષે યોજાતી આ સમિટમાં દુનિયાભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો તેમના દેશ વતી ભાગ લે છે. જ્યાં ડેરી ઉદ્યોગમાં આવતા પડકારો, આવનારા પરિવર્તન, પશુપાલકોની સુખાકારી, ડેરી ઉદ્યોગમાં કામ લાગતી અવનવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પશુપાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા વિચારણા નિષ્ણાંતો દ્વારા થાય છે.

 

ખેતી અને પશુપાલન ઉદ્યોગમાં કચ્છ આહીર સમાજનો પ્રાણ સમાયેલો છે. સરહદ ડેરી સાથે 880 દુધ ઉત્પાદક મંડળી તથા 55,000 જેટલા પશુપાલક પરિવારો જોડાયેલા છે. 880 માંથી 79 મહિલા મંડળીઓ છે આ દૂધ ઉત્પાદક મંડળીઓ દરરોજનો 3,84,000 લીટર દુધ સંપાદિત કરે છે. રોજ પોણા ચાર લાખ લીટર દુધ એકત્રિત કરતી સરહદ ડેરીનું ગત વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 914 કરોડ રૂપિયા હતું જેમાં અઢી કરોડનો નફો થયાની વિગતો અપાઈ હતી. 

 

હવે સરહદ ડેરી શ્વેત ક્રાંતિની જેમ મધક્રાંતિ લાવવા તત્પર અને તૈયાર છે. ટુંક સમયમાં અમુલ મધનું પણ ઉત્પાદન પણ કરવામાં આવશે.

Comments

Comments load after the page becomes interactive.