DA

Digital Ahirat

કચ્છમાં સૌ પ્રથમ APL નાઈટ ટુર્નામેન્ટ ક્યાં અને ક્યાંરે રમાઈ...?

કચ્છમાં સૌ પ્રથમ APL નાઈટ ટુર્નામેન્ટ ક્યાં અને ક્યાંરે રમાઈ...?

કચ્છની સૌ પ્રથમ નાઈટ ટુર્નામેન્ટ રમાડનાર મમુઆરા ગામની ક્રિકેટનો જાજરમાન ઈતિહાસ.

 

 

1994-1995 મમુઆરા ગામની ટીમ સ્વ. લક્ષ્મણભાઈ વાલજીભાઈ છાંગાની આગેવાનીમાં પ્રથમ ગામથી બહાર ધ્રન્ગ ગામે મોટી ટુર્નામેન્ટ રમવા ગઈ અને ચેમ્પિયન બની અને સમગ્ર ક્રિકેટ જગતમાં મમુઆરાના ટીમના વર્ચસ્વની શુરૂઆત થઈ. તે ફાઈનલ મેચમાં ભીમજીભાઈ જાટીયાએ પ્રથમ સદી ફટકારી. 30 વર્ષ પહેલાં મળેલી આ જીત પછી મમુઆરાની ટીમે પાછુ વળીને જોયું નથી. 1994 થી 2002 સુધી સ્વ. લક્ષ્મણભાઈ છાંગા ટીમના કપ્તાન રહ્યા તે દરમિયાન 1998માં મમુઆરાની ટીમે કચ્છના પ્રખ્યાત ખિલાડીઓની ટીમ(Kutch XI)ને પણ હરાવી. 2002 થી 2014 સુધી અશ્વિનભાઈ જાટીયાએ ટીમની કમાન સંભાળી. સ્વ. લક્ષ્મણભાઈ છાંગા અને અશ્વિનભાઈ જાટીયાની આગેવાનીમાં ટીમ અનેક ટુર્નામેન્ટ જીતી. 2002 માં મમુઆરામાં પ્રથમ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સફળતાપૂર્વક આયોજન થયો.

 

 

કચ્છમાં પ્રથમ વખત મેદાનમાં લાઈવ કોમેન્ટ્રી

મમુઆરામાં 2003-04 માં ડે ટુર્નામેન્ટ રમાઈ દર રવિવારે રમાતી આ ટુર્નામેન્ટ લગભગ 6 મહિના જેટલો લાંબો સમય ચાલેલી. આ ટુર્નામેન્ટમાં કચ્છમાં કદાચિત પ્રથમ વખત દર્શકોને લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળી. દામજીભાઈ જાટીયા સાથે લક્ષ્મણભાઈ જાટીયા, જયેશ ચાવડા, સુરેશ જાટીયા, ભુપત જાટીયા, વાઘજી છાંગા, કિરણ જાટીયા જેવા કૉમેન્ટેટરો અત્યાર સુધી ગામમાં સેવા આપી ચુક્યા છે.

 

કચ્છની પ્રથમ નાઈટ APL -2010

મમુઆરા આહીર યુવક મંડળ દ્વારા 2010 માં સૌ પ્રથમ વખત આહીર પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટનો આયોજન થયો. જેમાં હોમ ટીમ દેવ મમુઆરા ચેમ્પિયન બની હતી. આ પ્રથમ શુરૂઆત બાદ APL રમાવવાનું દિવસા-દિવસે વધતું જ ગયું.

 

APLના આયોજન બાદ 2011 માં નરસિંહ જાટીયાએ નાઈટ ક્રિકેટની પ્રથમ સદી ફટકારી. નરસિંહ જાટીયા અને ભીમજી જાટીયા જેવા ઉમદા ક્રિકેટરો સાથે મમુઆરાના હરિ જાટીયા, મોહન છાંગા, અશોક જાટીયા, રણછોડ છાંગા, કરમણ જાટીયા, રણછોડ કેરસિયા, નરસિંહ છાંગા, રાજેશ જાટીયા, હરેશ જાટીયા અને ભુપત જાટીયા જેવા ખિલાડીઓ પણ નિરંતર રમતા રહ્યા અને ટીમને જીત અપાવતા રહ્યા. 2014 માં APL સાથે આ ટીમ પણ ઘણી બધી ટુર્નામેન્ટ જીતી.

 

પ્રથમ નાઈટ APL રમાડનાર મમુઆરા ગામના ચારેય બાજુ બાઉન્ડરી અને બેઠક વ્યવસ્થાથી સુસજ્જ મેદાન મમુઆરા ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG)માં અત્યાર સુધી ઘણી બધી ડે ટુર્નામેન્ટ ઉપરાંત કુલ 6 નાઈટ ટુર્નામેન્ટ રમાઈ ચુકી છે.

 

2015 માં મમુઆરાની ટીમનું નામ સ્વ. લક્ષ્મણભાઈ છાંગાની યાદમાં LVC મમુઆરા રાખવામાં આવ્યું. ત્યારબાદની તમામ વિગતો અગાઉના આર્ટિકલમાં આપ જોઈ શકશો.

Comments

Comments load after the page becomes interactive.