DA

Digital Ahirat

તરણેતરના લોકમેળામાં રતનાલ ગામના 8 પશુધને ઈનામો મેળવ્યા.

તરણેતરના લોકમેળામાં રતનાલ ગામના 8 પશુધને ઈનામો મેળવ્યા.

ટ્રક - ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પ્રખ્યાત રતનાલ ગામનો ખૂબ મોટો વર્ગ ખેતી અને પશુપાલન સાથે પણ જોડાયેલો છે.

તરણેતરના લોકમેળામાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ક્ષેત્રોમાંથી પશુપાલકો પશુ મેળાની હરીફાઈમાં ભાગ લેવા આવે છે. ઢોરી ગામની જેમ રતનાલ ગામના પશુપાલકો દ્વારા માવજત કરાયેલા પશુઓની આગવી નોંધ લેવાઈ અને 8 પશુઓને વિજેતા પ્રમાણપત્ર સાથે રોકડ પુરસ્કાર પણ મળ્યો.

 

ઈનામ મેળવનાર રતનાલ ગામના પશુપાલકોની વિગતો નીચે મુજબ છે.

છાંગા નિખિલભાઈ જસાભાઈની બન્ની ભેંસ પ્રથમ નંબર આવી હતી  25,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

છાંગા સતીસભાઈ મકનજીભાઈનો બન્ની પાડો પ્રથમ નંબર આવ્યો હતો. 25,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

માતા અનિલભાઈ ધનજીભાઈની કાકરેજ હોડકીઓમાં બીજો નંબર આવી હતી. 20,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

માતા નંદલાલભાઈ સામજીભાઈની બન્ની પાડી બીજા નંબરે આવી હતી. 20,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

માતા મુકેશભાઈ રણછોડભાઈની બન્ની ભેંસ બીજા નંબરે આવી હતી 20,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

માતા માદેવભાઈ સામજીભાઈનો કાકરેજ નંદી ત્રીજો નંબર આવ્યો હતો 18,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

છાંગા જગદીશભાઈ મકનજીભાઈની બન્ની ભેંસ ત્રીજો નંબર આવી હતી. 18,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

માતા નટવરભાઈ કાનજીભાઈની બન્ની પાડી ત્રીજો નંબર આવી હતી 18,000 રૂપિયા ઈનામ મેળવ્યો હતો.

 

Comments

Comments load after the page becomes interactive.