DA

Digital Ahirat

શ્રી આહીર કન્યા વિદ્યા મંદિર ભુજોડી તથા શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર સમાજની બહેનો માટે પોલીસ અને ફોરેસ્ટની ભરતીની તૈયારીઓ માટેના વિશેષ વર્ગનું શુભારંભ કરવામાં આવ્યું.

શ્રી આહીર કન્યા વિદ્યા મંદિર ભુજોડી તથા શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર સમાજની બહેનો માટે પોલીસ અને ફોરેસ્ટની ભરતીની તૈયારીઓ માટેના વિશેષ વર્ગનું શુભારંભ કરવામાં આવ્યું.

ભુજોડી સંકુલના ટ્રસ્ટીઓ તથા આહીર કર્મચારી મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા વર્ગોનો શુભારંભ થયો

આહીર સમાજની દીકરીઓ પોલીસ અને ફોરેસ્ટની પરીક્ષાની તૈયારીઓ કરી શકે એ હેતુસર ગત તારીખ ૦૨/૦૫/૨૦૨૪ ના રોજ યોજાયેલા વર્ગના શુભારંભ કાર્યક્રમમાં શાળાના આચાર્યા બહેનશ્રી ભાવિકાબેને સૌ મહેમાનોને આવકાર્યા હતા.

ભુજોડી સંકુલના હોદ્દેદારો બાબુભાઈ હુંબલ, શીવજીભાઈ આહીર તથા રાણા બાપા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના સામાજીક કાર્યો માટે સંકુલ આહીર સમાજ માટે હર હંમેશ ઉપલબ્ધ રહેશે તેવું ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું હતું.

કર્મચારી મંડળના સભ્યોએ ભવિષ્યમાં વર્ગ ૧-૨ ની તૈયારીઓ માટે સંકુલ ઉભું કરવાની ઈચ્છા દર્શાવી હતી તથા જણાવ્યું હતું કે આહીર સમાજના દીકરા-દિકરીઓને તમામ શૈક્ષણિક બાબતોમાં ઉપયોગી થવા શ્રી આહીર કર્મચારી મંડળ તત્પર રહેશે.

Comments

Comments load after the page becomes interactive.