શ્રી વાંકી આહીર સમાજ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ આહીર સમાજવાડીનું લોકાર્પણ.
2002 માં 45 યુવાનો દ્વારા શ્રી વાંકી આહીર યુવક મંડળની સ્થાપના થઈ 30 રૂપિયાના માસિક સભ્ય શુલ્ક સાથે. 22 વર્ષમાં ટીપે ટીપે સરોવર ભરી 41 લાખની આહીર સમાજવાડીનું નિર્માણ કર્યું.

ગુજરાત આહીર સમાજ માટે પ્રેરણારૂપ ઘટના, 62 પરિવાર અને 252 આહીરોની કુલ વસ્તી ધરાવતા શ્રી વાંકી આહીર સમાજ દ્વારા ધીમા પણ મક્કમ ગતિએ કરેલા પ્રયાસોના ફળ આવનારી પેઢીને મળતા રહેશે.

વર્ષ 2002 માં 18 થી 45 વર્ષના 45 આહીર સભ્યોનું ટ્રસ્ટ બનાવ્યું, ચેરિટી કમિશ્નરમાં રજીસ્ટ્રેશન કરવી શ્રી વાંકી આહીર યુવક મંડળની સ્થાપના થઈ. દરેક સભ્ય પાસેથી દર મહીને 30 રૂપિયા સભ્ય ફી પેટે ઉઘરાવવામાં આવતા.
2005, 2006 અને 2007 સતત 3 વર્ષ નવરાત્રી દરમિયાન 10-10 રૂપિયાની ટીકીટ કાઢી લક્કી ડ્રો કર્યા અને બચેલી રકમ માંથી 2010 માં એકત્ર થયેલા 2 લાખ રૂપિયા દ્વારા દસ્તાવેજ કરીને 1500 વાર જમીન સમાજવાડી માટે ખરીદી.

વાંકી ગામના જાગૃત આહીર નાગરિકોએ મુન્દ્રા તાલુકા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટ મારફતે બે વખત 5-5 લાખ રૂપિયા (કુલ 10 લાખ) આહીર સમાજવાડી માટે મેળવ્યા, 11,11,111 વાંકી આહીર સમાજ દ્વારા ફાળો નોંધાવવામાં આવ્યો અને અન્ય આહીર આગેવાનો દ્વારા 11,00,000 નો ફાળો મળ્યો.



ભારાપર જાગીરના મહંતશ્રી ભરત દાદાના હસ્તે આહીર સમાજના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં 45×85 ફૂટનો વિશાળ સભા હોલ, 30×40 ફૂટનો રસોડા હોલ અને 2000 સ્કવેર ફૂટના રસોડા સાથે 41 લાખના ખર્ચે આધુનિક અને ભવ્ય આહીર સમાજવાડીનું લોકાર્પણ થયું.
Comments
Comments load after the page becomes interactive.