DA

Digital Ahirat

શ્રી વાગડ આહીર સમાજની મિટિંગમાં વાગડ આહીર સમાજ અને વાગડ આહીર યુવા ટીમની રચના કરવામાં આવી.

શ્રી વાગડ આહીર સમાજની મિટિંગમાં વાગડ આહીર સમાજ અને વાગડ આહીર યુવા ટીમની રચના કરવામાં આવી.

શ્રી વાગડ આહીર સમાજના પ્રમુખશ્રી ખોડાભાઈ આહીર સામાજવાડીમાં કામ કરનાર અને વૃક્ષ ઉછેરની દેખરેખ માટે માસિક 5,000 પગારના દાતા બન્યા.

વાગડ સૌથી આગળ

સૂત્રને સાર્થક કરતા શ્રી વાગડ આહીર સમાજ દ્વારા સમાજીક એકતા અને સુધારણાના મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

યુવા જોશ અને અનુભવનું યોગ્ય સમન્વય થાય એ હેતુથી શ્રી વાગડ આહીર સમાજની સાથે યુવા ટીમની પણ રચના કરવામાં આવી આ ટીમોના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.

 

સામાજીક કાર્યોની નેમ.

સમાજના લગ્ન પ્રસંગે શક્ય હોય ત્યાં સુધી સમૂહ જમણવારનું આયોજન કરાવવું.

સામાજીક વિચારોની આપ-લે તથા વિકાસ કર્યો માટે દર મહિને સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવશે.

વાગડના દરેક ગામોમાં 11 ભાઈઓની ગ્રામ સમિતિની રચના કરાશે.

શ્રી વાગડ આહીર સમાજમાં ચૂલા દીઠ નક્કી કરેલ વાર્ષિક રકમનું દાન લેવામાં આવશે જે રકમ આહીર સામાજવાડીના કાર્યો માટે કરાશે.

 

શ્રી વાગડ આહીર સમાજ

 

શ્રી વાગડ આહીર સમાજ યુવા ટીમ

 

 

 

 

Comments

Comments load after the page becomes interactive.