માધાપર મધ્યે યોજાયેલી આહીર પ્રીમિયર લીગના આયોજનમાંથી બચેલી રકમમાંથી ગોવર્ધન કન્યા વિદ્યા સંકુલમાં સેન્ટ્રલ લાઈટ ટાવર બનાવી મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરાયું.
APL આયોજન સમિતી દ્વારા ₹ 2,51,000 આહીર કન્યા વિદ્યા મંદિર - આદિપુરમાં રૂબરૂ જઈ શાળા સંચાલકોને સોપરત કરવામાં આવ્યા.


ગત વર્ષના અંત ભાગમાં માધાપર મધ્યે આહીર સમાજના યુવાનો દ્વારા કન્યા કેળવણી લાભાર્થે આહીર પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટુર્નામેન્ટના અંતે 7,72,956 જેટલી રકમ કન્યા કેળવણી લાભાર્થે બચત થઈ હતી.


કચ્છ આહીર સમાજના ત્રણેય કન્યા વિદ્યા સંકુલોમાં એ રકમ સોંપવાના પૂર્વ નીર્ધાર મુજબ આહીર કન્યા છાત્રાલય - ભુજોડી અને આહીર કન્યા વિદ્યા મંદિર - આદિપુર માં રોકડ રકમ જમા કરાવવામાં આવી જ્યારે ગોવર્ધન કન્યા વિદ્યા સંકુલમાં જરૂરિયાત મુજબ સેન્ટ્રલ લાઈટ ટાવર બનાવી આપવામાં આવ્યું.

આજરોજ મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે, સંકુલના ટ્રસ્ટીઓ, આગેવાનો અને APL આયોજન સમિતિની હાજરીમાં સંકુલના સેન્ટ્રલ લાઈટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Comments
Comments load after the page becomes interactive.