ભીમાસરમાં યોજાયેલી ગુજરાતની સૌથી શાનદાર APL નું સમાપન થયું. શ્રી રામ ભીમાસર બની ચેમ્પિયન.
શ્રી રામ ગ્રુપ અને ભીમાસર યુથ ક્લબ દ્વારા આયોજીત ટુર્નામેન્ટના ફાઈનલ મેચ જીતાડનાર રાહુલ હુંબલ પર થયો ઈનામોનો વરસાદ.

ભવ્ય સમાપન સમારોહ
ગત 30 માર્ચના ઉદઘાટન સમારોહથી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય રહેલી ભીમાસર APLનું આજે મુખ્ય મહેમાન રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ટુર્નામેન્ટના સ્પોન્સર એવમ શ્રી રામ ગ્રુપના ચેરમેન બાબુભાઈ હુંબલ, કચ્છ જીલ્લા ભાજપાધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી ત્રીકમભાઈ છાંગા, પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી. કે. હુંબલ, પૂર્વ ધારાસભ્ય શીવજીભાઈ આહીર સહિતના આહીર સમાજના રાજકીય અને સામાજીક આગેવાનોની સાથે મહંતશ્રી ભરતદાદા તથા મહંતશ્રી મુળજી રાજા જેવા સંતોની સાથે ભાગવતાચાર્ય દિનેશભાઈ રાવલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ તથા ફાઈનલ મેચનું ભવ્ય આયોજન કરાયો હતો.


ફાઈનલમાં શ્રી રામ ભીમાસરની રોમાંચક જીત
એક લાખથી વધુ ઈનામી રકમની કચ્છની સૌપ્રથમ APL ફાઈનલમાં સારું પ્રદર્શન કરનાર શ્રી રામ ભીમાસર અને LVC મમુઆરા જેવી ધરખમ ટીમો સામ-સામે ટકરાઈ હતી. LVC મમુઆરાએ પ્રથમ બેટિંગ કરી નંદલાલ છાંગા, વિક્રમ છાંગા અને કૌશિક છાંગાની બેટિંગ થકી 12 ઓવરમાં 170 રન બનાવ્યા, રોમાંચક મુકાબલામાં 1 બોલ બાકી હતો ત્યારે શ્રી રામ ભીમાસરનો 2 વિકેટે વિજય થયો હતો. સૌથી વધુ ચર્ચાનો વિષય રહી હતી મેન ઓફ ધ મેચ રાહુલ હુંબલની 22 બોલમાં 80 રનની ઈંનિંગ રમી જેમાં છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી અને રાહુલ પહેલા 5 બોલમાં 5 સિક્સ ફટકારી પોતાની ટીમને મેચ જીતાડી.
ટુર્નામેન્ટના સ્ટાર ખિલાડીઓ

યશ હુંબલ - મેન ઓફ ધ સિરીઝ

K. D. આહીર - બેસ્ટ બેટ્સમેન

મહેન્દ્ર જાટીયા - બેસ્ટ બોલર

મુકેશ આહીર - બેસ્ટ વિકેટ કીપર

ક્રિષ્ના ઝરૂ - બેસ્ટ ફિલ્ડર
રાહુલ હુંબલ પર ઈનામોનો વરસાદ


પોતાની ટીમને એકલા હાથે મેચ જીતાડનાર રાહુલ હુંબલ પર રૂપિયા 1 લાખ 68 હજારથી પણ વધુના ઈનામોનો વરસાદ થયો હતો જે નીચે મુજબ છે.
1,00,902 - શ્રી રામ XI - ભીમાસર
31,000 - બાબુભાઈ હુંબલ
11,000 - શંભુભાઈ આહીર (કેપ્ટન - ભીમાસર ટીમ)
9,902 - યશ આહીર (મેન ઓફ ધ સિરીઝ)
5,100 - સુમિત શામજીભાઈ ઝરૂ (કેપ્ટન - કૃષ્ણમ XI)
5,100 - દેવજી બીજલભાઈ આહીર
5,100 - રામ ભરોસે.
Comments
Comments load after the page becomes interactive.