DA

Digital Ahirat

સંપ, સહકાર અને સંગઠનનું સમન્વય એટલે સંઘડ આહીર સમાજ.

સંપ, સહકાર અને સંગઠનનું સમન્વય એટલે સંઘડ આહીર સમાજ.

સમૂહ લગ્ન નિમિત્તે સંઘડ આહીર સમાજ દ્વારા આયોજિત લોકડાયરમાં 38 લાખ 74 હજાર રૂપિયાની માતબર રકમની ઘોર થઈ, શંભુભાઈ રાધુભાઈ આહીર કાર્યક્રમના મુખ્ય દાતા રહ્યા.

 

સંઘડ આહીર સમાજના આમંત્રણને માન આપીને સંતો, રાજકીય અને સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યો.

 

 

અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ રાધુભાઈ આહીરે કોઈ ખાનગી હોટેલમાં મોટી પાર્ટીનું આયોજન કરવાને બદલે આ લોક ડાયરાના દાતા બનવાનું પસંદ કર્યું. સંઘડ આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ અને ગ્રામજનોની અથાગ મહેનત થી કાર્યક્રમ સફળ રહ્યો અને 38,74,000 રૂપિયાની માતબર રકમ ઘોર સ્વરૂપે એકત્ર થઈ. એકત્ર થયેલ તમામ રકમ સંઘડ આહીર સમાજ અને સમૂહ લગ્ન સમિતિ આવનારા સમયમાં સમૂહ લગ્ન આયોજન માટે સદ્ઉપયોગમાં લેશે.

 

 

આ પ્રકારના આયોજન આહીર સમાજના સમૂહ લગ્ન પ્રથાના આયોજનોને નવી દિશા આપશે અને ભવિષ્યમાં આહીર સમાજના ગામડાઓ ડિસ્કો-દાંડિયા જેવા કાર્યક્રમોને બદલે લોકડાયરાઓને પ્રાધાન્ય આપશે.

 

 

Comments

Comments load after the page becomes interactive.