DA

Digital Ahirat

આહીરની દીકરી બની ગુજરાત રાજ્યની આરોગ્ય મંત્રી. બાલિકા દિવસ નિમિતે વિધાનસભા દિકરીઓએ ચલાવી.

આહીરની દીકરી બની ગુજરાત રાજ્યની આરોગ્ય મંત્રી. બાલિકા દિવસ નિમિતે વિધાનસભા દિકરીઓએ ચલાવી.

ગત રોજ બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પટલ પર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બાલિકાઓ માટે તેજસ્વિની વિધાનસભાના સત્રનું આયોજન કરાયું હતું.

 

દીકરીઓ પણ પંચાયતી કાર્યોમાં સક્રિય અને સક્ષમ બને એ હેતુસર સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ બાલિકા પંચાયતનું ગઠન કુનરિયા ગામમાં થયો હતો. અને નાની દીકરીઓને એક પ્લેટફોર્મ મળ્યો હતો.

 

 

બાલિકા પંચાયતમાં કાર્યરત કુનરિયા ગામની બે દીકરીઓ રશ્મિ છાંગા અને ભારતી ગરવા આજે બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભામાં હાજર રહ્યા હતા. 

 

બાલિકા વિધાનસભામાં રશ્મિ છાંગાને આરોગ્ય મંત્રીની જવાબદારી સોંપાઈ હતી અને તેમને પૂછાયેલા પ્રશ્નોના ધારદાર અને સચોટ જવાબો તેમને ગૃહ સમક્ષ રજુ કર્યા હતા જે આપ વિડિઓમાં જોઈ શકો છો.

Comments

Comments load after the page becomes interactive.