Loader

હરિયાણામાં ભાજપનો ભગવો પરચમ લહેરાવનાર રાવ ઈન્દ્રજીતસિંહ કોણ છે...

10 October, 2024 | Jitesh Ahir

ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રેવાડીના રાજવી વંશજના જીવન પર એક નજર

 

"આહીરવાલ" વિસ્તારમાં ભાજપને 27 માંથી 23 વિધાનસભા સીટો જીતાડનાર રાવ ઈન્દ્રજીતસિંહ હરિયાણા તથા ભારત સરકારના કદાવર નેતાઓમાંના એક છે તેમની પૃષ્ઠભૂમિ જોઈએ તો તેઓ રેવાડીના રાજવી પરિવારના વંશજ છે. તેમના પૂર્વજ રાવ તુલા રામ દેશની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પિતાશ્રી મહારાજ રાવ બીરેન્દ્રસિંહ હરિયાણાના બીજા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

 

ભારતની ટીમમાં શૂટર તરીકેની કારકિર્દી

રાવ ઈન્દ્રજીતસિંહ 1990 થી 2003 સુધી ભારતીય શૂટિંગ ટીમનો ભાગ રહ્યા છે અને કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પીયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યા છે. અને સતત 3 વર્ષ નેશનલ ચેમ્પીયન રહી ચૂક્યા છે.

 

રાજકીય કારકિર્દી

2024 લોકસભા ચૂંટણીમાં 74 વર્ષીય રાવ સાહેબ ૬ઠી વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. 1998 માં પ્રથમ વખત તેઓ મહેન્દ્રગઢથી લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2004 થી 2009 મહેન્દ્રગઢ અને 2009-14, 2014-19, 2019-24 અને 2024-29 સુધી ગુરુગ્રામ (ગુડગાવ) લોકસભાના સાંસદ તરીકે નિરંતર ચૂંટણી જીત્યા છે.

 

ભારતીય યાદવ મહાસભા

ભારતમાં યાદવોની અંદાજીત વસ્તી કુલ 22 કરોડ છે. જો ભારતભરના યાદવો સંગઠીત થાય તો દેશમાં ગમે તેવો પરિવર્તન લાવી શકે છે, હાલ રાવ સાહેબ ભારતીય યાદવ મહાસભાનું રાષ્ટ્રીય સ્તરે ગઠન કરી મહાસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આહીર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અત્યારે ભારતીય યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે.

 

રાવ સાહેબ કચ્છ આહીર સમાજના મહેમાન બન્યા ત્યારના દ્રશ્યો.

 

 

હરિયાણાના મુખ્યમંત્રી બનવાની સંભાવના

"આહીરવાલ" ક્ષેત્રમાં ભાજપને 27 માંથી 23 સીટોમાં અને ગુરુગ્રામ લોકસભા ક્ષેત્રમાં 6 માંથી 6 સીટ પર વિજય મળ્યો જેના થકી ભાજપ હરિયાણામાં ઐતહીંસિક અને અવિશ્વનિય જીત મેળવવામાં સફળ રહ્યું છે. જો હરિયાણામાં જાતિગત રાજનીતિ નહિ નડે તો અત્યારે રાવ સાહેબ પોતાના યોગદાન મુજબ મુખ્યમંત્રી બનવાના પ્રબળ દાવેદાર છે.

 

 

 

 

જય શ્રી કૃષ્ણ