Loader

સોનલબેન આહીરે સારથી બની પોતાના દીકરા પાર્થની કારકિર્દીના રથને MBBS ડૉક્ટરની ડિગ્રી સુધી પહોચાડ્યું

1 July, 2024 | Jitesh Ahir

પાર્થ આહીરના માતા સોનલબેન આહીરે 1980ના દાયકામાં તમામ વિપરીત પરિસ્થિતિઓ અને સમાજના મેણા-ટોણા સામે લડી પોતાનું ભણતર પૂરું કર્યું અને અત્યારે આદિપુરની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે

 

 

ડૉ. પાર્થ આહીરની સફળતા

મૂળ સંઘડ અને હાલ આદિપુરમાં રહેતા ડૉ. પાર્થ રમેશભાઈ મ્યાત્રાએ અત્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાંથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી ડૉક્ટરની ડિગ્રી મેળવી છે.

પાર્થની આ સિદ્ધિથી સમગ્ર પરિવાર, સંઘડ ગામ અને આહીર સમાજ ગર્વ અનુભવી રહ્યો છે. પાર્થની આ સફળતાનાં બીજ ત્રણ પેઢી અગાઉ જ રોપાઈ ચુક્યા હતા.

 

સફળતાનું બીજારોપણ ૧૯૬૦ ના દાયકામાં.

૧૯૬૦ના દાયકામાં જ્યારે પુરૂષોમાં પણ શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે એ સમયે પાર્થના નાનીમાં જશોદાબેન નથુભાઈ જરૂ (ઈ.સ. ૧૯૬૩માં) શાળાંત પાસ થયા હતા. (ધોરણ -૭ પાસ કર્યા બાદ એક મેટ્રિક્સ/SSC કક્ષાની પરીક્ષા લેવાતી જેને શાળાંત કહેવાતું). જે માં પોતે ભણેલા હોય તે સ્વાભાવિક છે કે પોતાના સંતાનોને ચોક્કસ ભણાવે જ.

 

 

જશોદાબેને કપરી પરિસ્થિતિઓમાં અને સમાજના મેંણા - ટોણાઓ ગણકાર્યા વીના સંતાનોને શિક્ષણ અપાવવા મક્કમ રહ્યા અને તેમના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી સારી સારી નોકરીઓમાં પદાધિકારીઓ બનાવ્યા.

 

પાર્થના પરિવારની શૈક્ષણીક સિદ્ધિઓનો અંદાજો નીચેના ફોટો પરથી મેળવી શકશો.

 

પાર્થના માતા સોનલબેનની શૈક્ષણિક સફર.

૧૯૮૦ના દાયકામાં ગામની પ્રાથમિક શાળા (ધોરણ-૭) સુધી પણ દીકરીઓ શિક્ષણ ન મેળવતી તે સમયે માધ્યમિક અભ્યાસ માટે તુણા થી અંજાર દરરોજ અપ-ડાઉન કરતા. ગામમાં સવારે ૯ વાગ્યે બસમાં શાળાએ જવાનું પછી વચ્ચે કોઈ બીજી રિટર્ન આવવાની બસ ન હોવાથી છેક રાત્રે ૯ વાગ્યે બસમાં પાછા ઘરે પહોંચતા. વીજળીની વ્યવસ્થા ન હોવાથી દિવાબત્તીના અંજવાળામાં વાંચન કરવાનું.

તે સમયગાળામાં દીકરીઓ અંધારું થઈ ગયા પછી પાછી આવે એટલે સ્વાભાવિક રીતે પરિવારને ભાગે ઘણુંબધું સાંભળવાનું આવે. દરેક બાબતોને અવગણી સોનલબેને પોતાના શિક્ષણમાં ધ્યાન પરોવી રાખ્યું, ૧૯૮૫/૮૬ માં ધોરણ-૧૦ પાસ કર્યું અને ૧૯૮૭/૮૮ માં P.T.C. સુધીનું અભ્યાસ પૂર્ણ કરી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા બન્યા પોતાના પરિવારને ગૌરવ અપાવ્યું અને દીકરીઓના શિક્ષણ પર અટ્ટહાસ્ય કરનારા તમામના મોઢા સીવી દીધા. અત્યારે તેઓ આદિપુર મધ્યે ફરજ બજાવી રહ્યા છે.

સોનલબેન પોતાના શિક્ષણની પ્રેરણાનો સંપૂર્ણ શ્રેય તેમના નાનાબાપા સ્વ. મેમાભાઈ મુરાભાઈ હુંબલને આપે છે. સોનલબેનના બેન જયશ્રીબેન પણ GPSC ની પરીક્ષા પાસ કરી અત્યારે નિયામક ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવી રહ્યા છે.

 

 

એક માતા જ્યારે શિક્ષક હોય ત્યારે સ્વાભાવિક છે કે પોતાના દીકરાને ઉત્તમ શિક્ષણ અપાવે. સાથો સાથ ડો. પાર્થના પિતાશ્રી રમેશભાઈ વસ્તાભાઈ મ્યાત્રા પણ B. A. ગ્રેજ્યુએટ છે અને ખાનગી બેંકમાં ફરજ બજાવી રહ્યા છે.

 

માતા - પિતાની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત થકી પાર્થને જીવનના દરેક શૈક્ષણિક સોપાન પર યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું. આદિપુરની સેન્ટ ઝેવિયર્સમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ નાનપણથી જ વિજ્ઞાનમાં રૂચિ વધુ હોવાથી તેમને 11-12 સાયન્સનો અભ્યાસ રાજકોટની મોદી સ્કૂલમાં કર્યો.

 

આહીર સમાજમાં શિક્ષણની સુવાસ ફેલાવવા સ્વ. મેમાભાઈ મુરાભાઈ હુંબલે ઘણી બધી મહેનત કરી અને તેમના માર્ગદર્શન થકી તે સમયે આહીર સમાજના અનેક યુવા દીકરા-દીકરીઓ યોગ્ય કારકિર્દી મેળવી શક્યા.

 

જય શ્રી કૃષ્ણ...🙏