કચ્છ ક્રિકેટમાં LVC મમુઆરા ટીમના એકચક્રી સાશનનું ઈતિહાસ.
છેલ્લા 8 વર્ષમાં 15 નાઈટ ટુર્નામેન્ટ, 5 દિવસીય ટુર્નામેન્ટ અને 19 વખત સુપર સિક્સ ટુર્નામેન્ટમાં વિજેતા બની.



1994-95 માં મમુઆરાની A ટીમ બની જેના કૅપ્ટન સ્વ. લખમણભાઈ વાલજીભાઈ છાંગા (LVC) હતા, તે ટીમે સૌપ્રથમ વખત ધ્રન્ગ ખાતે મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ચેમ્પિયન બની, ભીમજીભાઈ જાટીયાએ ત્યાં મમુઆરા વતી પ્રથમ સદી ફટકારી. ત્યારબાદ સમય મુજબ નિરંતર ક્રિકેટનો વ્યાપ વધતો ગયો અને મમુઆરાની A ટીમની રમત પણ સારી થતી ગઈ ટીમની નામના પણ વધી અને ટીમનું નામ દેવ મમુઆરા રાખવામાં આવ્યો.
2002 માં ગામમાં પ્રથમ નાઈટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી. 2002 થી ટીમની કમાન અશ્વિન જાટીયાએ સાંભળી, 2003-04 માં મમુઆરામાં દિવસીય ટુર્નામેન્ટનું આયોજન થયો અને દામજીભાઈ જાટીયા દ્વારા દર્શકોને લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળી અને લાઈવ કોમેન્ટ્રીની કચ્છમાં કદાચ એ પ્રથમ ઘટના હતી.


2010 APL મમુઆરા
ગામમાં ક્રિકેટ પ્રત્યે અનેરો પ્રેમ હતો મમુઆરા આહીર યુવક મંડળ દ્વારા ગ્રામજનો અને સ્કોરર/કોમેન્ટરના સહયોગથી 2010 માં ગામમાં આહીર પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યો, 2010માં મમુઆરામાં યોજાયેલ APL માં દેવ મમુઆરા ચેમ્પિયન બની હતી. મમુઆરા ગામમાં ટ્રોફીના શ્રી ગણેશ થઈ ગયા હતા. સમયાંતરે ટીમનું નામ ફ્રેન્ડ્સ મમુઆરા કરવામાં આવ્યું. 2002 થી 2014 સુધી અશ્વિન જાટીયા ટીમના કપ્તાન રહ્યા જેમને હરિ જાટીયા, મોહન છાંગા, અશોક જાટીયા, રણછોડ છાંગા, કરમણ જાટીયા, રણછોડ કેરાસિયા, નરસિંહ છાંગા, રાજેશ જાટીયા, હરેશ જાટીયા, ભુપત જાટીયા સાથે કચ્છમાં નામના ધરાવતા નરસિંહ જાટીયા અને ભીમજી જાટીયા જેવા આહીર ખિલાડીઓનું સાથ મળ્યો અને ટીમેં ઘણી બધી ટુર્નામેન્ટ જીતી.



ટીમનું નામ LVC રાખવાનું કારણ
1996માં મમુઆરા ટીમના કપ્તાન રહી ચૂકેલા અને પંથકમાં LVC તરીકે ઓળખાતા સ્વ. લખમણભાઈ વાલજીભાઈ છાંગાનું અકાળે અવસાન થયું અને તેની સ્મૃતિમાં ટીમનું નામ LVC મમુઆરા રાખવામાં આવ્યું.
2015 થી ટીમ LVC મમુઆરા નામથી રમવા લાગી. પ્રથમ વર્ષે જ 2016માં ટીમે 5 નાઈટ ટુર્નામેન્ટ પોતાના નામે કરી અને કચ્છ ક્રિકેટમાં પોતાની નોંધ લેવરાવી.

LVC ના ખિલાડીઓ
પ્રથમ ટ્રોફી જીત્યા બાદ LVC મમુઆરાની ટીમે પાછા ફરીને જોયું જ નહીં. નરસિંહ J જાટીયા, પંકજ છાંગા, દેવ છાંગા, કૌશિક છાંગા, નરસિંહ L જાટીયા, નંદલાલ છાંગા, મહેન્દ્ર જાટીયા, વિક્રમ છાંગા, મહેક છાંગા જેવા ઉમદા કક્ષાના ખિલાડીઓ નિરંતર ટિમ માટે સારું રમતા રહ્યા. ક્રિકેટરોની સાથો સાથ લક્ષમણભાઈ જાટીયા જેવા ઉમદા કૉમેન્ટેટર પણ મમુઆરા ગામે આહીર સમાજને આપ્યા છે.

ટ્રોફીઓનો વરસાદ
LVC મમુઆરાની ટિમ 2016 થી અત્યાર સુધી કુલ 39 ટ્રોફી જીતી ચુકી છે તથા ફાઈનલ અને સેમી ફાઈનલ સુધીની ટુર્નામેન્ટોની ગણતરી કરવી પણ મુશ્કેલ પડી શકે એમ છે. નાઈટ ટુર્નામેન્ટમાં LVC મમુઆરા જ્યાં જ્યાં ચેમ્પીયન બની છે તેની વિગતો નીચે મુજબ છે.
1. ઝીકડી APL - 2016
2. નાડાપા APL - 2016
3. નીરોણા APL - 2016
4. સુમરાસર APL - 2016
5. ઢોરી APL - 2016
6. આંબાપર HPL - 2018
7. લાખાપર HPL - 2018
8. કંઢેરાઈ HPL - 2018
9. ઝરૂ HPL - 2018
10. મોડરસ HPL - 2018
11. આંબાપર HPL - 2019
12. પડાણા APL - 2022
13. અંજાર APL - 2022
14. ખેંગારપર HPL (સુપર 6) - 2023
15. રતનાલ APL - 2024
Comments
Comments load after the page becomes interactive.