DA

Digital Ahirat

તરણેતરના લોકમેળામાં ઢોરી ગામના પશુધને ધૂમ મચાવી.

તરણેતરના લોકમેળામાં ઢોરી ગામના પશુધને ધૂમ મચાવી.

ઢોરી ગામની બન્ની ભેંશ તરણેતર લોકમેળામાં ચેમ્પીયન બની.

દર વર્ષે યોજાતા તરણેતરના લોકમેળામાં એક અનોખા પ્રકારની પશુ હરીફાઈ હોય છે. જેમાં કચ્છ - સૌરાષ્ટ્રના પશુ પાલકો હોંશે હોંશે ભાગ લે છે અને પશુ પ્રદર્શન મેળામાં પોતાના પશુઓને લઈ જાય છે, ત્યાં ડોક્ટરો અને નિષ્ણાંતોની ટીમ પશુની તપાસ અને ચકાસણી કરી તેમને પોઈન્ટ આપતી હોય છે અને આ પ્રકારે સ્પર્ધા કરાય છે.

 

આ વર્ષે આ મેળામાં ઢોરી ગામના પશુપાલક રણછોડભાઈ વાલભાઈ ગાગાલની બન્ની ભેંશ સમગ્ર પશુમેળામાં ચેમ્પિયન બની હતી. અને 51,000 રૂપિયાનો પુરસ્કાર જીત્યું હતું.

 

મહેશભાઈ લખમણભાઈ ગાગલની ગાય  કાંકરેજ ગાયોમાં પ્રથમ નંબર આવી હતી અને 25,000 રૂપિયાનો ઈનામ મેળવ્યો હતો.

 

ભરતભાઈ શીવજીભાઈ ગાગલની વોડકી કાંકરેજ વોડકીઓમાં પ્રથમ નંબર આવી હતી અને 25,000 રૂપિયાનો ઈનામ મેળવ્યો હતો.

 

કાંકરેજ નંદીની કેટેગીરીમાં ઢોરી ગૌશાળાનો નંદી બીજા નંબરે આવ્યો 20,000 રૂપિયાનો ઈનામ મેળવ્યો હતો.

 

ચેતનભાઈ હીરાભાઈ વારોત્રાનો પાડો બન્ની પાડાઓમાં બીજા નંબર પર આવ્યો હતો અને 20,000 રૂપિયાનો ઈનામ મેળવ્યો હતો.

 

 

 

Comments

Comments load after the page becomes interactive.