DA

Digital Ahirat

શ્રી કચ્છ આહીર મંડળ અને આહીર બોર્ડિંગ અંજારની અનોખી ઉપલબ્ધી જેની નોંધ સમગ્ર આહીર સમજે લેવી જરૂરી છે.

શ્રી કચ્છ આહીર મંડળ અને આહીર બોર્ડિંગ અંજારની અનોખી ઉપલબ્ધી જેની નોંધ સમગ્ર આહીર સમજે લેવી જરૂરી છે.

8માં ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલ વિદ્યાર્થી બોર્ડમાં ગુજરાતી માધ્યમમાં પાસ થયો. ધોરણ-૧૦ આહીર બોર્ડિંગમાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીની પ્રેરણાદાયી સફર.

 

 

ભચાઉ તાલુકાના ઘરાણા ગામનો વિદ્યાર્થી આહીર પ્રિતેશ ડાયાભાઈએ ધોરણ 8 સુધીમાં અંગ્રેજી માધ્યમમા અભ્યાસ કર્યો અને ધોરણ 9 મા શ્રી મુરલીધર વિધામંદિર (આહીર બોર્ડિંગ) અંજાર મુકામે ગુજરાતી માધ્યમમા એડમિશન લીધું ત્યારે તે બાળક ને ગુજરાતી મા બારાક્ષરી નતી આવડતી પરંતુ આહીર બોર્ડિંગ ના શૈક્ષણિક સ્ટાફ દ્વારા બાળકને અલગથી ખાસ મહેનત કરી પહેલા ગુજરાતી લખતા અને વાંચતા શીખડાવ્યું અને પરીક્ષાઓની પણ તૈયારી કરાવી,

ગુજરાતી લખતા વાંચતા નતું આવડતું છતાં પણ વિદ્યાર્થીનું એક વર્ષ ન બગડે તેવી રીતે મહેનત કરાવી ધોરણ 10 બોર્ડમા રેગ્યુલર વિધાર્થી તરીકે તેને બેસાડ્યો અને આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે 51.67% માર્ક્સ સાથે બોર્ડ પાસ કર્યું ત્યારે કચ્છ આહીર મંડળ ના પ્રમુખશ્રી તેજાબાપા અને સમગ્ર ટ્રસ્ટીગણ એ શાળા સ્ટાફ અને બોર્ડિંગ સ્ટાફે બાળકને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

કચ્છ આહીર મંડળ સંચાલિત શ્રી મુરલીધર વિધામંદિર (આહીર બોર્ડિંગ) અંજારમા ધોરણ 10 અભ્યાસ કરતો આહીર હિતેશ કાનાભાઇ એ શાળામાં પ્રથમ નંબર મેળવી આહીર સમાજ તથા આહીર બોર્ડિંગ અંજારનું નામ રોશન કરેલ છે.  આ હોનહાર તારલાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સધ્ધર નથી તેથી આવો હોનહાર બાળક ભણતર પડતો ન મુકે એ હેતુસર શ્રી કચ્છ આહીર મંડળ દ્વારા બધી જ જરૂરી મદદ કરીને અભ્યાસ કરાવ્યો અને આ બાળક એના પર મુકેલા વિશ્વાસને યોગ્ય ઠેરવી ખુબજ સારુ પરિણામ આપ્યું છે.

 

કચ્છ આહીર મંડળના આ બન્ને વિદ્યાર્થીઓની વિપરીત પરિસ્થિતિઓમાં મદદ કરી ધાર્યું પરિણામ અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.

Comments

Comments load after the page becomes interactive.