આદર્શ શિક્ષક અને આહીર સમાજમાં શૈક્ષણિક સેવાઓમાં હર હંમેશ અગ્રેસર રહેનાર કરશન સાહેબનો વિદાય સમારંભ યોજાયો.
સામાજીક અગ્રણીઓએ કરશન સાહેબને નવી ઈંનિંગ શુભકામનાઓ આપવા હાજરી આપી.


આહીર સમાજના શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં હંમેશા તત્પર રહેતા શિક્ષકશ્રી કરશન સાહેબ સેવામાં વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભયોજવામાં આવ્યો હતો.
ઉપસ્થિત તમામ વક્તાઓએ સાહેબ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કરાયેલ સમાજ ઉપયોગી કાર્યોને બિરદાવ્યા હતા. શિક્ષણ પ્રત્યે પોતાનો અનેરો પ્રેમ દર્શાવતા કરસન સાહેબે સમાજની શૈક્ષણિક સંસ્થાઓને નીચે મુજબ રકમ દાન કરી હતી.

આહીર બોર્ડિંગ અંજારને 51,111 નું દાન

કન્યા વિદ્યામંદિર આદિપુરને 51,111 નું દાન

ગ્રામ વિકાસ સમિતિ ચાંદ્રોડાને 51,111 નું દાન
સંતો મહંતો અને સામાજીક આગેવાનો સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી શ્રી યોગેશ મારાજ, તેજાભાઈ કાનગડ (પ્રમુખ શ્રી કચ્છ પાટણ આહીર સમાજ), અરજણભાઈ કાનગડ(નીલકંઠ ગ્રુપ), કિરણભાઈ આહીર (પ્રમુખ શ્રી આહીર કન્યા વિદ્યામંદિર આદિપુર), વાસાભાઈ, નારણભાઈ જરૂ(આહીર અગ્રણી), નારણભાઈ ડાંગર (મંત્રીશ્રી કચ્છ પાટણ આહીર સમાજ), રમેશભાઈ મરંડ (ત્રિધ્યા ગ્રુપ), વેલાભાઈ (પ્રમુખશ્રી APMC અંજાર), આદિપુર શાળા નંબર ૧નો સ્ટાફ, ગ્રામ વિકાસ સમિતિ ચાંદ્રોડા તથા ચાંદ્રોડા ગામના અગ્રણીશ્રીઓ, મિત્ર વર્તુળ, સ્નેહીજનો તથા શુભેચ્છકો નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવવા હજાર રહ્યા હતા.
કરશન સાહેબનું નિવૃત જીવન સ્વાસ્થ્યપ્રદ રહે અને તેઓ બમણી ઉર્જા સાથે સમાજના શૈક્ષણિક કાર્યોમાં કાર્યરત રહે તેવી શુભકામનાઓ.
Comments
Comments load after the page becomes interactive.