DA

Digital Ahirat

ભીમાસરમાં દબદબાભેર આહીર પ્રીમિયર લીગનું શુભારંભ.

ભીમાસરમાં દબદબાભેર આહીર પ્રીમિયર લીગનું શુભારંભ.

8 વર્ષ બાદ ભીમસરમાં APL આયોજીત થઈ

શ્રી રામ ગ્રુપ અને ભીમાસર યુથ ક્લબના સમન્યવથી આયોજીત આહીર પ્રીમિયર લીગનું ભીમાસર મધ્યે શુભારંભ થયો.

 

 

કચ્છ આહીર સમાજમાં પ્રથમ વખત 1 લાખ પ્રાઈઝ વાળી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવવા જઈ રહી છે. ટુર્નામેન્ટનો શુભારંભ સંતો - મહંતો તથા સામાજીક - રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો. અને APL માં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યો.

 

 

82 ટીમોને સાંકળતી આ ટુર્નામેન્ટ આહીર ક્રિકેટના ઈતિહાસમાં એક સીમાચિહ્નન રૂપી રહેશે.

 

APL ના મુખ્ય સ્પોન્સર શ્રી રામ ગ્રુપના શ્રી જખાભાઈ હુંબલ અને શ્રી બાબુભાઈ હુંબલની ભીમાસર યુથ ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહંતશ્રી ભરતદાદા, મહંતશ્રી ત્રીકમદાસ મહારાજ, મહંતશ્રી કીર્તિદાસજી મહારાજ, ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાંગા, પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીર, વી. કે. હુંબલ, વલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

 

APL નું ઉદ્ઘાટન IPL ની જેમ જ પ્રોફેશન ડાન્સ ગ્રુપ અને ખ્યાતનામ સિંગરના પરફોર્મન્સ દ્વારા થયું હતું. ગુજરાતના પ્રખ્યાત એન્કર/એકટર/મોડલ ખુશ્બુ જાની સાથે વોઈસ ઓફ ગુજરાત હિતેશ ગઢવીએ સંચાલન સાંભળ્યું હતું. હિતેશ ગઢવી સાથે ધાણેટીના પ્રવીણ(P2) માતા તથા ટપ્પરના રમેશભાઈ ચૈયાએ કોમેન્ટ્રીની સેવા આપી હતી.

 

 

Comments

Comments load after the page becomes interactive.