થેલેસેમિયાના દર્દી સ્વ. ગોવિંદભાઈ વેલાભાઈ વરચંદની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું મોખાણા ગ્રામજનોએ આયોજન કરી 120 બોટલ રક્ત એકત્ર કર્યું.
ફક્ત એક દિવસના આગોતરા આયોજનમાં 120 યુવાનોએ રક્તદાન કર્યું.
ગત 13 જાન્યુઆરીના રોજ મોખાણા ગામના સ્વ. ગોવિંદભાઈનું થેલેસેમિયાની બીમારીના લીધે અવસાન થયું. તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.
પરિવારજનો, ગ્રામજનો અને યુવાગ્રુપ દ્વારા 120 બોટલ રક્તદાન કરી થેલેસેમિયાના બાળદર્દીઓ માટે એકત્ર કરાયું.
સ્વ. ગોવિંદભાઈની સ્મૃતિમાં મોખણા ગ્રામજનો દ્વારા અપાયેલી આ શ્રદ્ધાજલી નિશ્ચિતપણે તમામ આહીર સમાજ માટે પ્રેરણાદાયી રહેશે.
Comments
Comments load after the page becomes interactive.