DA

Digital Ahirat

ગૌ સેવા લાભાર્થે તો ઘણી બધી ટુર્નામેન્ટ રમાઈ, પણ અટલનગરમાં ગૌ શાળાના નિર્માણ માટે ગુજરાતની સૌ પ્રથમ APL રમાઈ રહી છે.

ગૌ સેવા લાભાર્થે તો ઘણી બધી ટુર્નામેન્ટ રમાઈ, પણ અટલનગરમાં ગૌ શાળાના નિર્માણ માટે ગુજરાતની સૌ પ્રથમ APL રમાઈ રહી છે.

75 થી 80 લાખના ખર્ચે અટલનગરમાં નિર્માણ પામશે અતિ ભવ્ય ગૌશાળા.

એક સમય હતો જ્યારે ક્રિકેટને સમયનો વેડફાટ ગણતા પણ આજના સમયમાં એજ ક્રિકેટની રમત તમામ પ્રકારના સારા કાર્યોમાં આર્થિક ફંડ એકત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

 

 

અટલનગર ગ્રામજનોએ ક્રિકેટના માધ્યમથી ગૌશાળાના નવ નિર્માણનું  એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. 75-80 લાખના ખર્ચ ગૌશાળા બનાવવા માટે ટાર્ગેટ રાખેલ છે જેમાંથી ઉદ્ઘાટન બાદના પ્રથમ 48 કલાકમાં 48 લાખથી વધુ રકમ નોંધાઈ ચુકી છે આવનારા સમયમાં આ રકમમાં હજુ પણ વધારો થશે. તમામ દાતાઓનો અટલનગર ગ્રામજનોએ આભાર માન્યો હતો.

 

આહીર પ્રીમિયર લીગના માધ્યમથી અટલનગરના યુવાનો અને તમામ ગ્રામજનોની આ પહેલા આવનારા સમયમાં તમામ ગામો માટે પ્રેરણાદાયી રહેશે.

 

APL ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સંતો મહંતો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભીક મેચમાં પાર્થ લાખાપર અને મુરલીધર મોખણાની ટીમો રમી હતી જેમાં પાર્થ લાખાપર વિજેતા રહી હતી.

 

Comments

Comments load after the page becomes interactive.