DA

Digital Ahirat

ધાણેટીનો વધુ એક યુવાન અગ્નીવીર બની ભારતીય સેનામાં જોડાયો.

ધાણેટીનો વધુ એક યુવાન અગ્નીવીર બની ભારતીય સેનામાં જોડાયો.

1999 થી ધાણેટીની વિવેકાનંદ વિદ્યાલયમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પિતાશ્રી માવજીભાઈ, પરિવારજનો અને ગ્રામજનોને નયને ગૌરવ અપાવ્યું.

 

નાનપણથી રમત ગમતમાં રૂચિ ધરાવનાર નયન માવજીભાઈ માતાએ ધોરણ 12 પૂરું કરી અગ્નિવીરનું ફોર્મ ભરવાની વેબસાઈટ https://joinindianarmy.nic.in પર પોતાનું ફોર્મ ભર્યું. 17.5 થી 21 વર્ષનો અગ્નિવીર બનવા ઈચ્છતો કોઈપણ યુવાન આ વેબસાઈટ પર ઓનલાઈન પોતાનું ફોર્મ ભરી શકે છે.

અગ્નિવીરની લેખિત, શારીરિક અને મેડિકલ પરીક્ષાઓ પાસ કરી નયનભાઈ આહીર હવે આર્મી ટ્રેઈનીંગમાં વિધિવત રીતે જોડાશે.

 

 

અગ્નિવીર તરીકે સિલેકશન પામનાર નયનભાઈ માતા છેલ્લા 2 વર્ષ થી NCC માં પણ જોડાયેલા હતા અને રમતોની વાત કરીએ તો કબડ્ડી અને ફૂટબોલના નિપુણ ખિલાડી છે તથા આ વર્ષે ખેલ મહાકુંભમાં 800 મીટર દોડમાં સમગ્ર કચ્છમાં પ્રથમ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

 

ભરતી વિશે વધુ વિગતે વાતચીત કરતા નયનભાઈએ જણાવ્યું હતું કે અગ્નિવીરની ઉપર આપેલી વેબસાઈટ પર અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. તથા વધુ વિગતો માટે આપણાં સમાજના રોહિતભાઈ આહીર (9512889595) ભુજ મધ્યે સાયબર કાફે ચલાવે છે તેમનો સંપર્ક કરી શકો છો.

 

Comments

Comments load after the page becomes interactive.