Loader

માધાપર મધ્યે આયોજીત આહીર પ્રીમિયર લીગ - 2024 નું ભવ્ય સમાપન

27 October, 2024 | Jitesh Ahir

શ્રી રામ લાયન્સ અને બાલક્રિષ્ના વોરિયર્સ વચ્ચે સમાયેલ દિલ ધડક ફાઈનલ મેચમાં સુપર ઓવરમાં શ્રી રામ લાયન્સ ચેમ્પીયન બની.

 

 

સીઝન - 1 ની ભવ્ય સફળતા બાદ શ્રી કચ્છ આહીર સમાજ યુવા સર્કલ દ્વારા માધાપરમાં આહીર પ્રીમિયર લીગ સીઝન - 2 નું આયોજન કરવામાં આવ્યું. ટુર્નાનામેન્ટની જાહેરાત થતાની સાથે જ 24 કલાકમાં 10 ફ્રેન્ચાઈઝી બુક થઈ ગઈ. 

 

 

 

ફાઈનલ મેચમાં બાલક્રિષ્ના વોરિયર્સ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. શ્રી રામ લાયન્સ પહેલા બેટિંગ કરતા 10 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. જવાબમાં બાલક્રિષ્ના વોરિયર્સના પણ 10 ઓવરમાં 124 રન જ બનાવ્યા અને મેચ સુપર ઓવરમાં ગઈ. સુપર ઓવરમાં શ્રી રામ લાયન્સનો વીજય થયો અને ગત વર્ષની ઉપ વિજેતા ટીમ આ વર્ષે વિજેતા બની. ફાઈનલ મેચમાં તથા ઈનામ વિતરણ સમારોહમાં આહીર સમાજના સામાજીક તથા રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી.

 

 

ચેમ્પીયન - શ્રી રામ લાયન્સ 

 

રનર્સ અપ - બાલક્રિષ્ના વોરિયર્સ

 

મેન ઓફ ધ સિરીઝ - શંભુ આહીર (શ્રી રામ લાયન્સ)

 

બેસ્ટ બેટ્સમેન - નવીન આહીર (શ્રી યદુનંદન સ્ટ્રાઈકર્સ)

 

બેસ્ટ બોલર - શંભુ વીરા (શ્રી રામ લાયન્સ)

 

ફાઈનલ મેન ઓફ ધ મેચ - શંભુ આહીર (શ્રી રામ લાયન્સ)

 

 

 

 

 

જય શ્રી કૃષ્ણ