DA

Digital Ahirat

"એક ગામ, શ્રેષ્ઠ ગામ" ના નારા સાથે અંતરજાળ ગામમાં આહીર પ્રીમિયર લીગ યોજાઈ

"એક ગામ, શ્રેષ્ઠ ગામ" ના નારા સાથે અંતરજાળ ગામમાં આહીર પ્રીમિયર લીગ યોજાઈ

6 ફ્રેન્ચાઈઝી ટીમો બનાવવામાં આવી અને ઓકસન પ્રક્રિયાથી ગામના આહીર સમાજના 64 ખિલાડીઓને અલગ અલગ ટીમ ફાળવાઈ જેમાં રોમાંચક ફાઈનલમાં સુપર ઓવર જીતીને મુરલીધર ઈલેવન વિજેતા બની હતી.

એક ગામ શ્રેષ્ઠ ગામ અંતર્ગત અંતરજાળ ગામ મધ્યે આહીર પ્રિમીયર લીગ તારીખ ૨૬-૦૧ ને ૨૮-૦૧-૨૦૨૪ ના બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

આ ટુર્નામેન્ટમાં ટોટલ 6 ફ્રેંચાiઈઝી ટીમો બનાવવામાં આવી હતી અને 64 ખેલાડીઓને ઓકસનમાં બોલી કરીને માંગવામાં આવ્યા હતા. જેમાં મુરલીધર ઈલેવન, શિવાંશ ઈલેવન, બજરંગ ઈલેવન, સમર્પણ ઈલેવન, શ્રી રામ ઈલેવન  અને શિવ ઈલેવન આ 6 ટીમો એ ખેલાડીઓ પર બોલી લગાવી હતી જેમાં મનજી આહીર સૌથી મોંઘા ખેલાડી તરીકે ૨૭,૫૦૦ પોઇન્ટ સાથે શીવાંશ ઈલેવનમાં રહ્યા હતા. 

આ ટુર્નામેન્ટમાં ગામના આહીર ખેલાડીઓને તક મળે અને નવા ખિલાડીઓને પ્લેટફોર્મ મળે તેની ખાસ નોખ લેવાઈ હતી. 
આ ટુર્નામેન્ટમાં ફાઈનલ ખુબ રોમાંચક રહી હતી જેમાં મુરલીધર ઈલેવન અને શિવાંશ ઈલેવન વચ્ચે ફાઈનલમાં સુપર ઓવર નો ખેલ જામ્યો હતો જેમાં આખરે મુરલીધર ઈલેવન બાજી મારી હતી અને વિજેતા બન્યા હતા. 

 

આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન ભરત આહીર, બેસ્ટ બોલર મયુર આહીર અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ કે. ડિ. આહીર રહ્યા હતા, ટુર્નામેન્ટનું સંપૂર્ણ સંચાલન રાજેશ ભગત અને મુકેશ પટેલે કર્યું હતું અને આયોજક હિતેશભાઈ આહીર અને શંભુભાઈ આહીરે તમામ દાતાશ્રીઓનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Comments

Comments load after the page becomes interactive.