અટલનગરના આહીર ખેડૂતે પોતાના ખેતરમાં તરબુચ અને ટેટીની 160 થી વધુ વેરાયટીઓનું વાવેતર અને સફળતા પૂર્વક ઉછેર કર્યું.
જાગૃત અને આધુનિક ખેડૂત હરિભાઈ ગાગલે પોતાની વાડીમાં 160 થી વધુ વેરાયટીઓનું વાવેતર કર્યું છે.

આખો વિશ્વ અત્યારે પારંપારિક ખેતીથી એક ડગલું આગળ જઈ આધુનિક ઢબે ખેતી કરવા તરફ જઈ રહ્યું છે. સમય અનુરૂપ અટલનગરના જાગૃત ખેડૂત હરિભાઈ ગાગલ પોતાની વાડીને જ એક લેબ બનાવી દીધી અને 5 એકરના એક જ પ્લોટમાં 160 થી વધુ વેરાયટીની ટેટી અને તરબુચનું વાવેતર કર્યું.


5 એકરના પ્લોટને બનાવ્યો પ્રયોગશાળા.
આ આધુનિક પ્રાયોગ માટે કન્સલ્ટન્ટ શ્રી અનિલભાઈ વાઘસીયા દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે બિયારણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. વધુ વિગતે વાત કરતા વાઘસીયા સાહેબે જણાવ્યું હતું કે આટલી વેરાયટી જોવા જવી હોય તો તમારે લગભગ અલગ અલગ વિસ્તારોમાં એક મહિના સુધી પ્રવાસ કરવો પડે. ખેડૂતોની સમય અને પૈસાની બચત કરવા હરિભાઈ ગાગલે પોતાની વાડીના 5 એકરના પ્લોટને જ પ્રયોગશાળા બનાવી દીધી. આ પ્રદર્શનીમાં સમગ્ર કચ્છના ઉત્સાહી ખેડૂતોએ હાજરી આપી હતી.
હરિભાઈ ગાગલની મહેનત અને અનિલભાઈના માર્ગદર્શન થકી 05/03/2024 રોજ વાવેતર કરાયેલી અલગ અલગ જાતની ટેટી અને તરબુચનો 44 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ આ પ્રયોગ સફળ રહ્યો હતો.


એક તરબુચ ₹ 51,000 નો વેચાયો.
પ્રદર્શનીમાં વિવિધ વેરાયટીઓની ટેટીઓ જેવીકે ગોળ, લંબગોળ, પટ્ટી વાળી, પટ્ટી વગરની જાળી વાળી, અલગ અલગ સ્વાદ અને કલરની 400 ગ્રામ થી કરી 4 કિલો વજન સુધીની ટેટીઓ હતી. ખાસ વાત એ છે કે હરાજીમાં એક તરબુચ 51,000 રૂપિયામાં વેચાયો. બાકીનું વેચાણ પણ અટલનગરમાં હરિભાઈની વાડી મધ્યે ચાલુ કરવામાં આવેલ છે.
Recent Blogs
-
માધાપર મધ્યે આયોજીત આહીર પ્રીમિયર લીગ - 2024 નું ભવ્ય સમાપન
27 October, 2024
રમત ગમત -
હરિયાણામાં ભાજપનો ભગવો પરચમ લહેરાવનાર રાવ ઈન્દ્રજીતસિંહ કોણ છે...
10 October, 2024
અડીખમ આહીરો -
APL - 2 ના ઓકસનનું સમાપન
29 September, 2024
રમત ગમત -
અંજાર મધ્યે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ.
27 August, 2024
ધાર્મીક -
રાપરમાં આહીર પ્રીમિયર લીગનું સમાપન, રાજલ ઈલેવન બની ચેમ્પિયન.
20 July, 2024
રમત ગમત
