આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???
2024 નું સ્વાગત કરતાની સાથે વીતી ગયેલા વર્ષ 2023 પર એક નજર રાખીએ.
તેજાભાઈ રમાભાઈ કાનગડ શ્રી કચ્છ આહીર મંડળના પ્રમુખ બન્યા તથા નવી ટીમની રચના થઈ.


કચ્છના ઈતિહાસમાં પ્રથમ વખત જીલ્લા ભાજપનું સુકાનીપદ એક આહીરને સોંપવામાં આવ્યું. આહીર અગ્રણી દેવજીભાઈ વરચંદ જીલ્લા ભાજપના પ્રમુખ બન્યા.

રશ્મિબેન રણછોડભાઈ ચાડ સમગ્ર કચ્છમાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં 11મો ક્રમાંક પ્રાપ્ત કરી આહીર સમાજને ગૌરવ અપાવ્યું.

ભીમાસર ગામને સ્માર્ટ વિલેજ ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રાપ્ત થયો.

મોખણા ગામના ધુલાભાઈ કાનાભાઈ વરચંદે આશરાધર્મ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા પ્રસુતિ દરમિયાન માતા અને તેના જોડીયા બાળકોને જીવનદાન આપ્યું.

માધાપરના ચકચારી ભર્યા હનીટ્રેપ કાંડમાં દિલીપભાઈ આહીરને ફસાવામાં આવ્યો અને આહીર સમાજે એક આશાસ્પદ યુવાન ગુમાવ્યો.

બીપરજોય વાવાઝોડું કચ્છના કિનારે ટકરાયું આહીર સમાજની તમાંમ સ્વૈચ્છીક સંસ્થાઓ અને પંચાયતોના સેવકાર્યો જરૂરિયાતમંદો સુધી પહોંચ્યા.




શ્રી કચ્છ મચ્છોયા આહીર કન્યા વિદ્યા મંદિર & મહિલા કોલેજના પ્રમુખપદે જખાભાઈ હુંબલની વરણી થઈ.

'ત્રિદ્યા ટેક' નું નામ કચ્છ આહીર સમાજના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું. શેર બજારમાં લિસ્ટ થનારી કચ્છ આહીર સમાજની પ્રથમ કમ્પની બની.

આહીર સેના ગુજરાતનું ગઠન થયો.

પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર ૧૦મી વખત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ બન્યા.

એક બહેને પોતાના ભાઈને કિડનીનું દાન આપી ભાઈની રક્ષા માટે રક્ષાબંધનના દિવસે બંધાતી રાખડીઓનું મૂલ્ય સમજાવ્યું.

આહીર સમાજ કન્યા કેળવણી લાભાર્થે માધાપર મધ્યે આહીર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું અને દીકરીઓના શિક્ષણ માટે 7,72,956 રૂપિયાની બચત કરાઈ.


દ્વારકા મધ્યે અદભુત ઐતિહાસિક મહારાસ સાથે 2023ના વર્ષની પુર્ણાહુતી થઈ.

Comments
Comments load after the page becomes interactive.