Loader

નખત્રાણા આહીર સમાજ દ્વારા મોરઝર ખાતે ૧૩માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

4 November, 2024 | Jitesh Ahir

પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ દ્વારા પંથકના 170 વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.

 

 

શિક્ષણની બાબતે કચ્છ આહીર સમાજનો સૌથી જાગૃત પંથકોમાં એક એટલે નખત્રાણા પંથક, નખત્રાણા તાલુકા આહીર સમાજના પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ દ્વારા સતત 13 માં વર્ષે સમાજના તેજસ્વી તારલાઓ પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

 

 

શ્રી પુંજલ દાદા અખાડાના મહંતશ્રી દિલીપ રાજા કાપડી, ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાંગા સાહેબ, RFO શ્રી રમેશભાઈ પમ્પાનીયા, પ્રોફેસર શ્રી રમેશભાઈ વરચંદ, શિક્ષકશ્રી શંભુભાઈ, વર્ગ-૨ અધિકારી રમેશભાઈ સહિત સામાજીક તથા રાજકીય આગેવાનો તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.

 

યુવક મંડળ દ્વારા ધોરણ 10/12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર 170 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા.

 

 

જય શ્રી કૃષ્ણ...